IIFA Awards 2022 : બોલીવુડ સેલિબ્રિટીની એક્ટિવિટી, જુઓ વીડિયો

ભારતીય સિનેમાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એન્ડ એવોર્ડ્સ (IIFA) ની 22મી આવૃત્તિએ યાસ આઇલેન્ડ, અબુ ધાબીમાં સ્ટાર્સથી ભરપૂર વિકએન્ડ સાથે કબ્જો કર્યો હતો.

ભારતીય સિનેમાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એન્ડ એવોર્ડ્સ (IIFA) ની 22મી આવૃત્તિએ યાસ આઇલેન્ડ, અબુ ધાબીમાં સ્ટાર્સથી ભરપૂર વિકએન્ડ સાથે કબ્જો કર્યો હતો. ભારતીય સિનેમાને વૈશ્વિક પ્લેટફોર્મ આપતાં, 3જી અને 4મી જૂન, 2022ના રોજ મધ્ય પૂર્વના સૌથી મોટા અત્યાધુનિક ઇન્ડોર મનોરંજન સ્થળ, એતિહાદ એરેના, યાસ બે વોટરફ્રન્ટના ભાગ પર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે સ્ટાર્સે ઘણી એક્ટિવિટી કરી હતી.

IIFA Awards 2022

આ એવોર્ડ સમારોહ પહેલા ફરાહ ખાને મિશેલિન સ્ટાર શેફ વિનીત ભાટિયા સાથે ડબલ્યુ હોટેલ, યાસ આઇલેન્ડ, અબુ ધાબીમાં રસોઈ કરી હતી જેમાં તેણે IIFA ચાટ બનાવવામાં મદદ કરી હતી, તો ટાઇગર શ્રોફ યાસ આઇલેન્ડ ખાતે CLYMB અબુ ધાબી ખાતે ઇન્ડોર સ્કાય ડાઇવિંગમાં ગયો હતો. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

આ સાથે નોરા ફતેહીએ ફેરારી વર્લ્ડ, યાસ આઇલેન્ડ, અબુ ધાબી ખાતે વિશ્વની સૌથી ઝડપી રોલર કોસ્ટર રાઇડની મજા માણી હતી. આ સાથે તમન્ના ભાટિયાએ યાસ આઇલેન્ડ ખાતે વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ વિસ્તરેલા દરિયાઇ જીવન માછલીઘર, સીવર્લ્ડ, અબુ ધાબીની મુલાકાત લીધી હતી. મનીષ પૌલે અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે અકલ્પનીય 290 મીટર લાંબા ફેરારી વર્લ્ડ ગો કાર્ટિંગ ટ્રેક પર હાથ અજમાવ્યો હતો. આ ઉપરાંત અન્ન્યા પાંડે એ રેપિડ ફાયર રાઉન્ડમાં ફની જવાબો આપ્યા હતા.

જૂન મહિનામાં ગ્લેમર અને ફિલ્મ જગતમાં આઈફા અવોર્ડ્સની ઘણી ચર્ચા રહી. 3 અને 4 જૂન, 2022ના રોજ 22મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી પુરસ્કાર એટલે કે IIFA એવોર્ડ્સનું વિતરણ થયું હતું. 16 વર્ષ બાદ તેનું આટલું ભવ્ય આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં થયું હતું, જેમાં ભારતીય સિનેમાના તમામ મોટાં નામ જોવા મળ્યાં હતા.

ડેઈલીહંટના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ જોશ એ IIFAના સહયોગથી #RealHai Challenge નામે એક કેમ્પેન ચલાવ્યું હતું. જેણે વિવિધ પ્રકારની શૈલીઓમાં ટેલેન્ટને સેલિબ્રેટ કર્યું હતું. જેમ કે ડાંસ, ફેશન, ફિટનેસ, કોમેડી, એન્ટરટેઈનમેન્ટ. આ પોતાનામાં જ એકક અલગ પડકાર હતો.

આમાં વિજેતાઓ માટે ખાસ પુરસ્કાર રાખવામાં આવ્યા હતા જેમાં સૌથી ભાગ્યશાળી લોકોને આબૂ ધાબીમાં આયોજિત IIFA 2022માં પોતાના ફેવરિટ સ્ટાર્સને મળવાનો મોકો મળ્યો. આઈફાના આ ગોલ્ડન ટિકિટ ઉપરાંત આઈપીએલ ફિનાલે 2022માં સ્ટેડિયમમાં પોતાની ફેવરિટ ટીમને લાઈવ ચિયર કરવાનો મોકો સહિત અન્ય કેટલાય ભવ્ય પુરસ્કાર મળ્યા હતા.

દેસી એપના બહુ સફળ કેમ્પેને યૂઝર્સને પોતાના સૌથી મોટાં સપનાં સાકાર કરવા માટે નવી પ્રતિભાઓને શ્રેષ્ઠતમ સ્ટેજ આપી પોતાની ક્રિએટિવિટી અને પ્રતિભા દેખાડવાનો મોકો આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X