Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Breaking Buzz: ટાઈગર શ્રોફ અને દિશા પટાનીનું બ્રેક અપ, ફેન્સનું દિલ તૂટ્યુ

ટાઈગર શ્રોફ અને દિશા પટાનીના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બી ટાઉનની ચર્ચાઓની વાત માનીએ તો બંનેએ પોતાની રિલેશનશિપ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

ટાઈગર શ્રોફ અને દિશા પટાનીના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બી ટાઉનની ચર્ચાઓની વાત માનીએ તો બંનેએ પોતાની રિલેશનશિપ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. બંનેના નજીકના લોકોનું કહેવું છે કે તેમની રિલેશનશિપ પૂર્ણ થઈ ચૂકી છે. જો કે ટાઈગર અને દિશાએ નક્કી કર્યું છે કે તેઓ હંમેશા ફ્રેન્ડઝ રહેશે.

સત્તાવાર જાહેરાતની વાત કરીએ તો આ ઘટનામાં કશું ઓથેન્ટિક થવાનો સવાલ નથી, કારણ કે આ બંનેએ ક્યારેય એવું નહોતું કહ્યું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે બંનેના બ્રેકઅપના સમાચાર પાક્કા છે.

સાથે જોવાની આદત

સાથે જોવાની આદત

ફેન્સને ટાઈગર અને દિશાને સાથે જોવાની આદત છે. ત્યારે તેમના બ્રેકઅપના સમાચર ફેન્સ માટે ચોંકાવનારા છે. કેટલાક મહિના પહેલા જ બંનેએ એકબીજાને વેલન્ટાઈન ડેના દિવસે પ્રોમિસ બેન્ડ આપ્યો હતો.

ઈન્ટરનેટ પર ફોટોઝનો ઢગલો

ઈન્ટરનેટ પર ફોટોઝનો ઢગલો

ટાઈગર અને દિશાના ફોટોઝનો ઈન્ટરનેટ પર ઢગલો છે. આ તસવીરો રણવીર સિંહ અન દીપિકા પાદુકોણના રિસેપ્શનછી જેમાં ટાઈગર દિશાનો ગાઉન સંભાળતા દેખાયા હતા

સાથે મળી સફળતા

સાથે મળી સફળતા

ટાઈગર અને દિશાએ પોતાના કરિયરની સૌથી મોટી સફળતા સાથે જોઈ છે. બાગી ટુ બંને કરિયરની સૌથી સફળ ફિલ્મ છે. ફિલ્મ 25 કરોડનું ઓપનિંગ મેળવીને તમામને ચોંકાવી દીધા હતા.

હંમેશા સાથે

હંમેશા સાથે

દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

ખૂબ જ પોપ્યુલર

ખૂબ જ પોપ્યુલર

દિશા પટાની દેશની નેશનલ ક્રશ છે, તો ટાઈગર શ્રોફના સ્ટન્ટ્સ પર ફેન પાગલ છે. આ બનેનું ટ્યુનિંગ શાનદાર રહેતું હતું એટલે જ ફેન્સને તેમની જોડી પસંદ હતી.

દર અઠવાડિયે સાથે

દર અઠવાડિયે સાથે

દિશા અને ટાઈગરનો દરેક રવિવાર સાથે વીતતો હતો. બંને સાથે બહાર જમવા જતા હતા અને પાછા ફરતા સમયે બંનેના હાથમાં ભોજનની થેલી પણ રહેતી હતી.

સારુ લાગે છે

સારુ લાગે છે

આ થેલી અંગે જ્યારે કૉફી વીથ કરણમાં ટાઈગર શ્રોફને સવાલ પૂછાયો તો તેણે કહ્યું કે કદાચ દિશા પટાનીની બેગ પકડવાનું ગમે છે, કારણ કે ફોટા તો સારા જ લાગે છે. એટલે તે બેગ પકડવાનું નથી ભૂલતા.

ખૂબ પ્રેમભર્યો સાથ

ખૂબ પ્રેમભર્યો સાથ

કૉફી વીથ કરણમાં જ ટાઈગરે એ પણ સ્વીકાર્યું હતું કે તે દિશા તેની એકમાત્ર ફ્રેન્ડ છે એટલે બંનેને સાથે સમય વીતાવવો પસંદ છે. તેમનો સંબંધ મિત્રતાનો જ છે.

બ્રેક અપ બાદ પણ સાથે

બ્રેક અપ બાદ પણ સાથે

બ્રેકઅપ બાદ પણ રવિવારે ટાઈગર અને દિશા સાથે સમય પસાર કરતા દેખાયા હતા. હવે આ સમાચાર કેટલા સાચા છે એ તો કોઈ કહી ન શકે પરંતુ ફેન્સનું દિલ આ સાંભળી જરૂર તૂટી ગયું છે.

તાજેતરમાં જ ઉડી મજાક

તાજેતરમાં જ ઉડી મજાક

કેટલાક દિવસો પહેલા જયારે દિશા પટાની અને આદિત્ય ઠાકરે લંચ ડેટ પર સાથે દેખાયા તો ટાઈગર શ્રોફની મજાક ઉડી હતી. આ પહેલા પણ દિશા અને આદિત્ય ડિનર ડેટ પર સાથે દેખાયા છે. ઉલ્લેખનીય છે કે બ્રેક અપનું કારણ ભલે આદિત્ય ઠાકરેને ગણાવાઈ રહ્યા હોય પરંતુ ટાઈગર અને દિશા વચ્ચે કોઈ મતભેદ નથી. ન તો આદિત્ય અને દિશા વચ્ચે કોઈ સંબંધ છે. બંને સારા મિત્રો છે. ટાઈગર અને દિશા લાંબા સમયથી પોતાના સંબંધો પર કામ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તે નિષ્ફળ થઈ ગયા. એટલે બંનેએ નક્કી કર્યું કે આ સંબંધને અહીં જ મૂકી દેવો બરાબર છે. કારણ કે બંનેના મિત્રો કોમન છે, તો બંને ફ્રેન્ડઝ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X