KGF Chapter 3 : Box office માં ફરી વિખેરાશે રોકી ભાઇનો જાદુ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
KGF Chapter 3 : બોલીવુડમાં હાલ ગદર અને જવાનનો જાદુ ચાલી રહ્યો છે. આ વચ્ચે ફિલ્મ રસિકો માટે સારા સમાચાર આવ્યો છે. કન્નડ સ્ટાર યશની ફિલ્મ KGF નું ચેપ્ટર 3 રિલીઝ ડેટ સામે આવી રહી છે. KGF ની પહેલી બે ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી.
કન્નડ ફિલ્મ અભિનેતા યશ અભિનીત KGF ફ્રેન્ચાઇઝી પણ તે ફિલ્મોમાંથી એક છે. જ્યારથી KGF ફિલ્મના નિર્માતાઓએ KGF 3 વિશે જાહેરાત કરી છે, ત્યારથી KGF 3 ફિલ્મ વિશે ઘણા સમાચારો સામે આવી રહ્યા છે.

હવે સિનેમા કોરિડોરમાંથી મળતા સમાચાર મુજબ, KGF 3 પર કામ આવતા વર્ષે ઓક્ટોબરથી શરૂ થશે. KGF 3 ની રિલીઝ સંબંધિત સત્તાવાર જાહેરાત પણ આ વર્ષે 21 ડિસેમ્બરના રોજ KGF : Chapter 1 ની રિલીઝના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર પર કરવામાં આવી શકે છે.
KGF : Chapter 3 ફિલ્મને વર્ષ 2025માં રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરશે. હાલમાં પ્રશાંત પ્રભાસ અભિનીત ફિલ્મ સાલારમાં વ્યસ્ત છે.
ડિસેમ્બરમાં રિલીઝ થશે સલાર - 22મી ડિસેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ પછી પ્રશાંત સલારની સિક્વલ ફિલ્મ સાલાર 2માં વ્યસ્ત થઈ જશે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાર 2નો મોટો ભાગ પ્રશાંત અને ફિલ્મની બાકીની ટીમ સાથે શૂટ થઈ ચૂક્યો છે.
આવી સ્થિતિમાં પ્રશાંત સલાર 2 પર કામ પૂર્ણ કર્યા બાદ જ ઓક્ટોબરથી KGF 3 માટે શૂટિંગ શરૂ કરશે. KGF 3, જે KGF : Chapter 2 ની પ્રિક્વલ હશે, તે વર્ષ 1978 અને 1981 ની વચ્ચે સેટ કરવામાં આવશે, અને તે બતાવશે કે, આ વર્ષો દરમિયાન રોકી શું કરી રહ્યો હતો.












Click it and Unblock the Notifications
