Hera Pheri 3 : હેરા ફેરી 3 માં જોવા મળશે આ કલાકારો, સંજય દત્તે કહ્યું - એક એડવેન્ચર હશે

Hera Pheri 3 : તાજેતરમાં જ સંજય દત્તે ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. અભિનેતાએ પોતે આ ફિલ્મનો હિસ્સો હોવા અંગે પુષ્ટિ કરી છે. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે ચાહકોનો ફેવરિટ કાર્તિક આર્યન પણ જોવા મળશે.

Hera Pheri 3 : કોમિડી ફિલ્મોની વાત આવે એટલે હેરા ફેરીનો ઉલ્લેખ અચુક થાય છે. હવે હેરા ફેરી 3 બાબતે મોટી અપડેટ સામે આવી છે. હેરા ફેરી 3ની અનાઉન્સમેન્ટને કારણે ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ફેન્સનો ઉત્સાહ બે ગણો નહીં ત્રણ ગણો થઇ જશે. આ સમાચાર હેરા ફેરી 3ની સ્ટાર કાસ્ટ અંગે છે. જેમાં ચાહકોના બે ફેવરીટ કલાકારો હેરા ફેરી 3માં જોવા મળશે.

કાર્તિક આર્યન પણ આ ફિલ્મનો ભાગ હશે

કાર્તિક આર્યન પણ આ ફિલ્મનો ભાગ હશે

હાલમાં જ એવા અહેવાલ હતા કે, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત હેરા ફેરી 3 માં 2 નવા કલાકારો સામેલ થશે. સંજય દત્ત અને કાર્તિકઆર્યન. હા! આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળવાના છે, તેવા અહેવાલો હતા. આ વચ્ચે હવે એ જ ત્રણ હીરોલીડ રોલમાં જોવા મળશે, પરંતુ કાર્તિક આર્યન પણ આ ફિલ્મનો ભાગ હશે. આ સાથે ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલમુખ્ય ભૂમિકામાં હશે.

સંજય દત્તે કર્યું કન્ફર્મ

સંજય દત્તે કર્યું કન્ફર્મ

હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં સંજય દત્તે જણાવ્યું હતું કે, હા હું આ ફિલ્મ કરી રહ્યો છું. આખી ટીમ સાથે શૂટિંગ કરવું એ એકસાહસ હશે. તે એક મોટી ફ્રેન્ચાઇઝી છે અને હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. ફિરોઝ અને મારો સંબંધ પણ જૂનો છે.

આ સાથે અક્ષય,સુનીલ અન્ના અને પરેશ સાથે રહેવું ખૂબ સરસ હતું. અભિનેતા મુંબઈમાં એક સ્ટોર લોન્ચ પર મીડિયા સાથે વાતચીત કરતા સમયે આમાહિતી આપી હતી.

અક્ષય કુમાર હેરા ફેરી 3 નો ભાગ નહીં હોય

અક્ષય કુમાર હેરા ફેરી 3 નો ભાગ નહીં હોય

ગયા વર્ષથી આ ફિલ્મમાં કાર્તિક આર્યનના રોલ અંગેના અહેવાલો હતા. બીજી તરફ જો આપણે અક્ષય કુમાર વિશે વાત કરીએ, તો તેના રોલવિશે હજૂ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

ગયા વર્ષે અભિનેતાએ જણાવ્યું હતું કે, તે હેરા ફેરી 3 નો ભાગ નહીં બને, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાંતેણે આ ફિલ્મનો પ્રોમો શૂટ કર્યો હતો. ગયા મહિને મિડ ડે સાથેના એક ઇન્ટરવ્યુંમાં પરેશ રાવલે સ્પષ્ટતા કરી હતી કે, તે નવી ફિલ્મમાં બાબુભૈયાના તેના પાત્રને ફરીથી જોવા મળશે.

વર્ષ 2000માં આવી હતી હેરા ફેરી

વર્ષ 2000માં આવી હતી હેરા ફેરી

પરેશ રાવલે જણાવ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ થોડા મહિનામાં શરૂ થશે અને ફિલ્મનું શૂટિંગ લોસ એન્જલસ, અબુ ધાબી અને દુબઈમાં થશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત હેરા ફેરી વર્ષ 2000માં આવી હતી, જેમાં તબ્બુ અને ઓમ પુરી પણ મહત્વની ભૂમિકામાં હતા.

આ 1989માં આવેલી મલયાલમ ફિલ્મ રામજી રાવની રિમેક હતી. 6 વર્ષ બાદ નીરજ વોહરા તેનો બીજો ભાગ લઈને આવ્યો હતો, જે2006માં રિલીઝ થયો હતો. જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી મહત્વની ભૂમિકામાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X