Parineeti Raghav engagement : આજે થશે રાઘવ-પરિણીતિની સગાઇ, જાણો રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની નેટ વર્થ
Parineeti Raghav engagement : રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાની સગાઇ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં થવાની છે. જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. બોલીવુડમાં લાંબા સમયથી કામ કરી રહી છે. પરિણીતિ ચોપડા કરોડોની સંપત્તીની માલિક છે.
આવી સ્થિતિમાં તેમના ભાવિ જીવનસાથી રાઘવ ચઢ્ઢાની મિલકત કેટલી છે, તે વારંવાર પ્રશ્ન થાય છે. આવો આ અહેવાલમાં આપણે રાજ્યસભાના સાંસદ અને AAP નેતા રાઘવ ચઢ્ઢા વિશે કેટલીક વાતો અને તેમની પાસે કેટલી સંપત્તિ છે, એ વિશે જાણીશું.

રાઘવ ચઢ્ઢાની કારકિર્દી
રાઘવ ચઢ્ઢા 2012માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીમાં જોડાતાની સાથે જ તેમને પાર્ટીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.
તેનું મુખ્ય કારણ એ છે કે, રાજનીતિમાં આવતા પહેલા રાઘવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. વર્ષ 2016માં તેઓ થોડા સમય માટે મનીષ સિસોદિયાના સલાહકાર પણ હતા.
વર્ષ 2018માં તેમને પાર્ટી દ્વારા દક્ષિણ દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 2019 માં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ રમેશ બિધુરી સામે હારી ગયા હતા.
ફેબ્રુઆરી 2020 માં તેઓ દિલ્હીની રાજીન્દર નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2021 માં પાર્ટીએ તેમને પંજાબમાંથી રાજ્યસભા સાંસદ તરીકે નામાંકિત કર્યા અને તેઓ રાજ્યસભાના સૌથી યુવા સભ્ય બન્યા હતા.
રાઘવની મિલકત
રાઘવ ચઢ્ઢાની રાજ્યસભાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રાઘવ ચઢ્ઢાની સંપત્તિ વિશે માહિતી આપી હતી. આ હિસાબે વર્ષ 2020-21માં તેમની પાસે કુલ 36 લાખ 99 હજાર 471 રૂપિયાની સંપત્તિ છે. તેમણે પોતાની કુલ આવક 2 લાખ 44 હજાર 600 રૂપિયા બતાવી છે.
રાઘવ દ્વારા આપવામાં આવેલી જંગમ સંપત્તિની વિગતો અનુસાર, તેની પાસે 30,000 રૂપિયા રોકડ છે, કુલ 14,57,806 રૂપિયા પાંચ બેંક ખાતામાં છે.
તેમણે બોન્ડ, ડિબેન્ચર અને શેર વગેરેમાં કુલ રૂપિયા 6 લાખ 35 હજાર 437નું રોકાણ કર્યું છે. તેમણે ઈન્સ્યોરન્સના નામે 52,839 રૂપિયાનું રોકાણ કર્યું છે. રાઘવ પાસે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર છે, જેની કિંમત 2019માં 1 લાખ 32 હજાર રૂપિયા છે.
તેમની પાસે 90 ગ્રામના દાગીના છે, જેની કિંમત 4 લાખ 95 હજાર રૂપિયા છે. આવા સમયે, અન્ય સંપત્તિના રૂપમાં 8 લાખ 96 હજાર 389 રૂપિયા છે.












Click it and Unblock the Notifications
