For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi bridge Collapse : પ્રિયંકાએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો માટે કરી પ્રાર્થના

પ્રિયંકા ચોપડાની ઇન્સ્ટા સ્ટોરીએ બધાનું ધ્યાન આકર્ષ્યું હતું. તેણે ગુજરાતમાં થયેલા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Morbi bridge collapse : બોલીવુડ અભિનેત્રી પ્રિયંતા ચોપડા ભારત પરત ફરી છે. કોરોના મહામારીને કારણે 3 વર્ષ સુધી દેશની બહાર રહેલી પ્રિયંકા ચોપડા ભારત આવી છે. જે કારણે તે હાલ હેડલાઇન્સમાં પણ છે. જોકે, દેશ બહાર રહીને પણ તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા અપડેટ કરતી રહે છે.

Morbi bridge collapse

આ સાથે તે પોતાના દેશમાં બની રહેલી ઘટનાઓથી પણ માહિતગાર રહે છે. આ વચ્ચે પ્રિયંકા ચોપડાની ઇન્સ્ટા સ્ટોરીએ બધાનું ધ્યાન આકર્ષ્યું હતું. તેણે ગુજરાતમાં થયેલા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રિયંકાએ વ્યક્ત કર્યો શોક

અભિનેત્રીએ લખ્યું કે, ખૂબ જ ભયાનક ઘટના... ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. આજે જે લોકોનું નિધન થયું છે, તેમના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે, રવિવારની સાંજે એટલે કે 30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર કેબલ સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ) તૂટવાને કારણે દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા હતા.

ત્રણ વર્ષ બાદ પરત ફરી પ્રિયંકા

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા પ્રોફેશનલ કામના કારણે ત્રણ વર્ષ બાદ ભારત પરત આવી છે. આ અગાઉ અભિનેત્રી વર્ષ 2019માં મુંબઈ આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી છેલ્લે બોલીવુડમાં ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' માં જોવા મળ્યી હતી. આ સાથે પ્રિયંકા ચોપડા હવે ટૂંક સમયમાં જ કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'જી લે ઝરા' માં જોવા મળી શકે છે.

English summary
Priyanka expressed grief on Morbi bridge collapse, prayed for the dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X