Rajinikanth Viral video: પાપારાઝીના સવાલ પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત, જુઓ વાયરલ વીડિયો
Superstar Rajinikanth Viral video: સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ સમગ્ર વિશ્વમાં છે. રજનીકાંત પોતાના શાંત સ્વભાવ અને વિનમ્રતાના કારણે જાણીતા છે. જોકે, વર્તમાન સમયમાં તેમનો ગુસ્સે થતો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં સુપરસ્ટાર રજનીકાંત સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આ વાયરલ વીડિયોમાં રજનીકાંત પહેલા મીડિયા સાથે હસતાં હસતાં વાત કરી રહ્યા હતા, જે બાદ એક સવાલ સાંભળીને ગુસ્સે થતા જોવા મળે છે.
કેમ આવ્યો રજનીકાંતને ગુસ્સો? - શાંત અને વિનમ્ર રજનીકાંતને આ રીતે ગુસ્સે થતા જોઈને હાજર લોકો ચોંકી ગયા હતા. રજનીકાંતને આટલો ગુસ્સો કેમ આવ્યો તેનું લોકો હજુ સુધી સમજી શક્યા નથી. પાપારાઝીએ એવો તો ક્યો સવાલ કર્યો કે રજની સર આટલા ગુસ્સે કેમ થઈ ગયા?
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ એરપોર્ટ પર પાપારાઝીએ સુપરસ્ટાર રજનીકાંતને રાજનીતિ સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો, જેના પછી તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા હતા.
તેણે તરત જ પાપારાઝી પાસેથી આવા પ્રશ્નો પૂછવાનો ઇનકાર કર્યો, જો કે આ પછી તેણે અન્ય પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા.

20 સપ્ટેમ્બરે રજનીકાંતને તેમની આગામી ફિલ્મ વેટ્ટાયનના ઓડિયો લોન્ચ પહેલાં ચેન્નાઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. અભિનેતા લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ કુલીના કેટલાક સીન્સ પણ ચેન્નાઈમાં શૂટ કરવામાં આવશે.
એરપોર્ટ પર પાપારાઝીએ રજનીકાંતને સવાલ કર્યો હતો કે, DMK નેતા ઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાની અફવાઓ પર તેમનું શું માનવું છે.
પાપારાઝીના આ સવાલ પર રજનીકાંત અચાનક ગુસ્સે થઈ ગયા હતા. રજનીકાંતે પાપારાઝીને કહ્યું કે, કોઈ રાજકીય સવાલ ન પૂછીશ.
રજનીકાંતના અપકમિંગ પ્રોજેક્ટ્સ - ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંત છેલ્લે ફિલ્મ લાલ સલામમાં જોવા મળ્યા હતા. હવે તે આગામી એક્શન-ડ્રામા ફિલ્મ વેટ્ટાઇયાંમાં જોવા મળશે. આ ફિલ્મ 10 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે રજનીકાંત - ફિલ્મ વેટ્ટાઈયાં ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશન કરવામાં આવશે. વેટ્ટાઈયાં ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંતની સાથે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.
વેટ્ટાઈયાં ફિલ્મથી અમિતાભ બચ્ચન તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. વેટ્ટાઈયાં રજનીકાંતની 170 મી ફિલ્મ છે, જેમાં ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી અને મંજુ વોરિયર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
#Rajinikanth's Frustration at #Chennai Airport: Warns Reporter Against Asking Political Questions.#SuperstarRajinikanth #Vettaiyan #YbrantNews pic.twitter.com/Ho3L0Rr1zI
— Ybrant News (@ybrant_news) September 20, 2024
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
