સુપરસ્ટાર રજનીકાંતે યોગી આદિત્યાનાથના ચરણસ્પર્સ કર્યા, કાલે રામલલાના આશીર્વાદ લેવા માટે જશે
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે પોતાની ફિલ્મ જેલરના પ્રમોશનને લઇને યુપીની રાજધાની લખનૌઉમાં છે. તેમણે શનિવારે સીએમ યોગી આદિત્યનાથ સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી. જણાવામાં આવી રહ્યુ છે કે, કારમાથી ઉતરતા જ રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા હતા. તેમનું ભવ્ય સ્વગાત કરવામાં આવ્યુ હતુ. સીએમ યોગી આદિત્યાનાથ ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યુ તુ. સીએમ યોગીએ રજનીકાંત સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

આ પહેલા રજનીકાંતે મીડિયા સાથે વાત કરતા તેમણે સીએમ યોગી સાથે હાલની હિટ ફિલ્મ જેલર જોવાની યોજના બનાવી છે. તેમણે કહ્યુ કે, તે સીએણ સાથે ફિલ્મ જોશે. ફિલ્મની સફળતા ઉપરથી આશિર્વાદ જેવો અનુભવ થઇ રહ્યો છે.
આ પહેલા દિવસે લખનૌઉમાં જેલર ની એક વિશેષ સ્ક્રીનિગ રાખવામાં આવી હતી. જે ડેપ્યુટી સીએણ કેશવ પ્રસાદ મૌર્યે હાજર રહ્યા હતા. આ દરમિયાન મૌર્યએ કહ્યુ કે, તેમણે રજનીકાંતના દર્શનનો આનંદ લીધો છે. તેમણે એ પણ કિધુ કે, જેલર જોવાની તક મળી રજનીકાતની ઘણી ફિલ્મો જોયા બાદ હુ તેમની અસાધારણે પ્રતિભાને ઓળખુ છુ. બાળપણથી જ રજનકાંતના બહુ મોટા ફેન રહ્યા છીએ. તેમની સાથે ફિલ્મ જોવી ગૌરવની વાત કહેવાય .
રવિવારે રજનીકાંત અયોદ્યાનો પ્રવાસ કરીને રામલલાના દર્શન કરશે. ઉત્તર પ્રદેશ પહોચવા પહેલા રજનીકાંત ઝારખંડમા હતા. જ્યાં તેમણે પ્રસિદ્ધ છિન્નમસ્તા મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ રાજભવન ઝરખંડમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ સાથે પણ મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
