શૂટિંગ પહેલા રણવીર સિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!

શૂટિંગ પહેલા રણવીર સિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!

બોલીવુડ સુપરસ્ટાર એન્ડ ટેલેન્ડ એક્ટર રણવીરસિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મના શૂટિંગ માટે જાન્યુઆરીમાં રણવીરસિંહ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં જયેશભાઈ જોરદારનું 30 દિવસનું શૂટિંગ થયું છે. આ ફિલ્મને 'કેવી રીતે જઈશ’, 'બે યાર’ અને 'ચાસણી’માં લીડ રોલ કરી ચૂકેલા દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યા છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકારો પણ જોવા મળશે. ત્યારે વન ઈન્ડિયાએ પણ રણવીર સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી કલાકારો સાથે વાત કરીને તેમનો અનુભવ જાણ્યો છે.

ખૂબ સ્ટ્રીક્ટ હોય છે રણવીર

ખૂબ સ્ટ્રીક્ટ હોય છે રણવીર

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં હંમેશા રણવીરિ સિંહના એનર્જીલેવલ અંગે ચર્ચા થઈ હોય છે. રણવીર કેરેક્ટરને કેટલું અદ્દલ ભજવે છે એની ચર્ચા થતી હોય છે. જો કે સેટ પર આ માટે રણવીર કેવી તૈયારી કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જી હાં, રણવીરસિંહ શૂટ શરૂ થતા પહેલા સેટ પર મોટેથી મ્યુઝિક ખાસ સાંભળે છે. જયેશભાઈ જોરદારમાં રણવીર સાથે કામ કરી રહેલા ગુજરાતી એક્ટર મેહુલ દેસાઈએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું કે,'રણવીર શૂટ દરમિયાન ખૂબ જ સ્ટ્રીક્ટ હોય છે. એક વખત એક્શન બોલાય પછી પિન ડ્રોપ સાઈલન્સ એને જોઈએ છે. જો કે શૂટિંગ શરૂ થાય એ પહેલા રણવીર ચિલ હોય છે. જયેશભાઈના સેટ પર પણ એ અમારી સાથે ખૂબ મસ્તી કરતો. મજાક કરતો. કૂલ રહેતો, પણ એક વખત એક્શન થાય પછી પેકઅપ સુધી એ શૂટિંગમાં જ ઈન્વોલ્વ હોય છે.'

ખૂબ મહેનતુ છે

ખૂબ મહેનતુ છે

જાહેરજીવનમાં ભલે રણવીરસિંહ કેટલો ડિસિપ્લિન્ડ છે એની ચર્ચાઓ થતી હોય, પરંતુ એક્ટિંગ બાબતે આ સુપરસ્ટાર ખૂબ જ મહેનત કરે છે. મેહૂલ દેસાઈના કહેવા પ્રમાણે,'કેરેક્ટર પકડવા કે ફીલ પકડવા માટે રણવીર શૂટ પહેલા જે-તે સીનની ફીલનું મ્યુઝિક વગાડે છે. એટલે કે રોમેન્ટિક સીન હોય તો એ ટાઈપનું અને સેડ સીન હોય તો શૂટ કરતા પહેલા એ સેટ પર એ મ્યુઝિક વગાડે છે.' આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે રણવીરસિંહના નામે ભલે ઢગલાબંધ હિટ ફિલ્મો બોલતી હોય અને એ સંખ્યાબંધ બેસ્ટ એક્ટરના એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય, તેમ છતાંય શૂટિંગ પહેલા રિહર્સલ ખાસ કરે છે. ક્યારે ક્યાં કેમેરા હશે, કઈ મૂવમેન્ટ કરવાની છે, આ બધી જ તૈયારી પરફેક્ટ રીતે કર્યા પછી જ રણવીરસિંહ શૂટિંગ શરૂ કરે છે.

જયેશભાઈ જોરદારમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે

જયેશભાઈ જોરદારમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે

મેહૂલ દેસાઈની ફિલ્મમાં રણવીર સિંહ સાથે વન ટુ વન સીન પણ છે. એ અંગે મેહુલનું કહેવું છે કે શૂટિંગમાં રણવીર એટલો ઈન્ટેન્સ હોય છે કે એની આંખોમાં જોઈને તમે પણ શાનદાર પર્ફોમ કરી શકો. ઉલ્લેખનીય છે કે રામ લીલા બાદ રણવીરસિંહ જયેશભાઈ જોરદારમાં ફરીવાર ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X