Richa Chaddha : ઋચા ચઢ્ઢાએ ગલવાન પર વિવાદાસ્પદ નિવેદન, લોકોએ કહ્યું - રે તું હવે જો

Richa Chaddha : ઋચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે અવારનવાર લોકોના મુદ્દા પર અવાજ ઉઠાવતી રહે છે. આ માટે ઘણીવાર તેના વખાણ કરવામાં આવે છે, તો ઘણીવાર તે ટ્રોલ થઇ જાય છે.

Richa Chaddha : ઋચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે અવારનવાર લોકોના મુદ્દા પર અવાજ ઉઠાવતી રહે છે. આ માટે ઘણીવાર તેના વખાણ કરવામાં આવે છે, તો ઘણીવાર તે ટ્રોલ થઇ જાય છે. આ વચ્ચે હાલ તેણે એવું ટ્વીટ કર્યું કે, લોકો તેના પર રોષે ભરાઇ ગયા છે. આ સાથે તેની આગામી ફિલ્મ ફુકરે 3 ને બોયકોટ કરવાની વાત પણ કરી રહ્યા છે. ઋચા ચઢ્ઢાએ તાજેતરમાં સેના અંગે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું, જે કારણે તે ટ્રોલ થઇ રહી છે.

રિચા ચઢ્ઢા શું ટ્વીટ કર્યું?

રિચા ચઢ્ઢા શું ટ્વીટ કર્યું?

ઉત્તર આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબ્જા હેઠળનાકાશ્મીરને પાછું લેવા જેવા આદેશોને અમલમાં મૂકવા માટે તૈયાર છે.

આ નિવેદનને ટાંકીને રિચા ચઢ્ઢાએ ટ્વીટર પર લખ્યું, 'ગલવાન હેલો બોલો ( સે હાય ગલવાન). આ પછી ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને કહ્યું કે, અપમાનજનક ટ્વીટ. તેને જલ્દીથી ડિલિટ કરી દેવી જોઈએ, આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું એ યોગ્ય વાત નથી.

યુઝર્સે લીધો ઉધડો

યુઝર્સે લીધો ઉધડો

ઉલ્લેખનીય છે કે, 2020માં ગાલવાનમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. જેબાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા.આ કારણે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ એક્ટ્રેસ પર ભડકી ગયા છે.

એક યુઝરે લખ્યું કે, ગલવાનમાં 20 બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો, પરંતુ અહીં એક અભિનેત્રી ભારતીયસેનાની મજાક ઉડાવી રહી છે.

આ સાથે એક યુઝરે લખ્યું કે, તને તારી ઓકાદ બતાવવી પડશે. આવતા મહિને તારી ફિલ્મ ફુકરે 3 આવી રહી છે ને, ખાલી રાહ જો. આ સાથે તેણે bocottbollywood નો હેશ ટેગ પણ વાપર્યો હતો.

રિચાએ માફી માંગી

ટ્વીટ કરીને રિચા ચઢ્ઢાએ લખ્યું કે, મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. મારા ત્રણ શબ્દોથી જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. જાણ્યે-અજાણ્યે મારા મનમાં આ લાગણી ઉત્પન્ન થઈ હોય તો મને ખેદ થશે.

રિચાએ આગળ કહ્યું કે, હું સમજી શકું છું કે, જ્યારે કોઈનો દીકરો શહીદ થાય છે, તો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે. તેથી તે મારા માટે ભાવનાત્મક મુદ્દો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X