સપના ચૌધરીનો ડાંસ જોઈ ભીડ ભેગી થઈ ગઈ
સપના ચૌધરીનો ડાંસ જોઈ ભીડ ભેગી થઈ ગઈ
દેસી ક્વીનના નામે મશહૂર સપના ચૌધરીનો એક થ્રોબેક ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સપના ચૌધરી હરિયાણવી સોન્ગ પર ધમાકેદાર ડાંસ કરતી જોવા મળી રહી છે. સપના ચૌધરીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે તેના પરફોર્મન્સને જોવા લોગોની ભીડ ઉમટી પડી છે. ભોજપુરી, પંજાબી અને હરિયાણવી ફિલ્મોમાં ધમાલ મચાવનારી સપના ચૌધરીનો આ વીડિયો ખુબ જોવાઈ રહ્યો છે.

સપના ચૌધરીના આ ડાંસ વીડિયોની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય ચે કે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ વખત આ વીડિયો જોવાઈ ચૂક્યો છે અને હજી પણ હજારો લોકો વીડિયોને જોઈ રહ્યા છે. તેના આ વીડિયોને રાઠોડ કેસેટ્સ યૂટ્યૂબ ચેનલ પર પબ્લિશ કરવામાં આવ્યો. સપના ચૌધરીનો ડાંસ વીડિયો કરોડોની સંખ્યામાં વ્યૂજ લાવે છે. હાલમાં જ તેનું એક લેટેસ્ટ સૉન્ગ હરિયાણવી સોન્ગ 'સુલ્ફા સરરાર ઠા ગયા' રિલીઝ થયું હતું. આ ગીતને પણ લોકોએ ખુબ પસંદ કર્યું.
સપના ચૌધરીએ પોતાના કરિયરની શરૂઆત હરિયાણાની એક ઑર્કિસ્ટા ટીમ સાથે કરી હતી. તેમણે કરિયરની શરૂઆત રાગની કલાકારો સાથે ટીમનો ભાગ બનીને કરી હતી. સપના ચૌધરીની શરૂઆતમાં હરિયાણા અને આજુબાજુના રાજ્યોમાં રાગની પ્રોગ્રામોમાં રાગની પાર્ટિઓ સાથે ભાગ લેતી હતી. જે બાદ તેણે સ્ટેજ ડાંસ કરવો શરૂ કર્યો અને પછીં પાછળ ફરીને ના જોયું. સપના ચૌધરી બિગ બૉસ 11નો ભાગ પણ રહી ચૂકી છે. એટલું જ નહિ બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં સપનાના ડાંસના જલવા પણ જોવા મળ્યા.












Click it and Unblock the Notifications
