For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિસિંગ સીન વખતે વહેવા લાગ્યું શાહિદનું નાક, કંગના સાથે થઇ હતી દલીલ

શાહિદ કપૂર અને કંગના રનૌતે ફિલ્મ 'રંગૂન'માં સાથે કામ કર્યું છે. વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 2017માં રીલિઝ થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન કંગના રનૌત અને શાહિદ કપૂર વચ્ચે થોડી દલીલ થઈ હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 સપ્ટેમ્બર : શાહિદ કપૂર અને કંગના રનૌતે ફિલ્મ 'રંગૂન'માં સાથે કામ કર્યું છે. વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 2017માં રીલિઝ થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન કંગના રનૌત અને શાહિદ કપૂર વચ્ચે થોડી દલીલ થઈ હતી અને તેનું કારણ કિસિંગ સીન દરમિયાન શાહિદનું વહેતું નાક હતું. કંગના રનૌતે ફિલ્મના શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો છે. કંગનાના આ ખુલાસાને જાણીને ચાહકો પણ ચોંકી ગયા હતા.

કંગનાએ કહી આ વાત?

કંગનાએ કહી આ વાત?

રંગૂન ફિલ્મના શૂટિંગનો પોતાનો અનુભવ શેર કરતાં કંગના રનૌતે જણાવ્યું હતું કે, તેને ઈન્ટીમેટ સીન કરવાનું પસંદ નથી. આ જ કારણ છે કે, આ શૂટિંગ વખતે તેમને પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. કંગનાનું કહેવું છે કે, તેણી જેની સાથે ઔપચારિક છે, તે કોઈપણ વ્યક્તિને ચુંબન કરવું મુશ્કેલ લાગે છે.

શાહિદની મોટી મૂછો

શાહિદની મોટી મૂછો

આ પછી કંગનાએ તે રમૂજી કિસ્સો શેર કર્યો, જ્યારે તે શાહિદને કિસ કરતી વખતે તેના હોશ ગુમાવી બેઠી હતી. અભિનેત્રી કહે છે કે, શાહિદની મોટી મૂછો હતી, તે ટર્ન ઓફ નહીં, પરંતુ એક દુર્ઘટના હતી. કંગનાએ પોતાનો ખરાબ અનુભવ શેર કરતા ઘણી બધી વાતો શેર કરી હતી.

કિસ કરતી વખતે વહેતું હતું નાક

કિસ કરતી વખતે વહેતું હતું નાક

પછી કંગનાએ જણાવ્યું હતું કે, કિસ કરતી વખતે શાહિદનું નાક વહેતું હતું. જ્યારે શાહિદને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે વેક્સ લગાવે છે, જે કારણે તેનું નાક વહે છે.

શાહિદ કપૂરે કહી આ વાત

શાહિદ કપૂરે કહી આ વાત

જ્યારે શાહિદ કપૂરને તે સીન શૂટ કરવાના તેના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું કે, તેને આ સીન વિશે કંઈપણ યાદ નથી. હું બ્લેંક થઇ ગયો છું, ત્યાં ખાલી કાદવ હતો એટલું જ મને યાદ છે.

કંગના પર આરોપો

કંગના પર આરોપો

આ પછી શાહિદ કપૂરે કંગના રનૌત પર કિસિંગ સીન વિશે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. શાહિદ કહે છે કે, કંગના રનૌત આ બધી બાબતો પોતાના મગજમાં બનાવે છે. તેની પાસે એક અલગ કલ્પના છે. આવી કોઇ ઘટના મને કંઈ યાદ નથી.

શું બંને વચ્ચે ઝઘડો થયો હતો?

શું બંને વચ્ચે ઝઘડો થયો હતો?

ઉલ્લેખનીય છે કે, રંગૂન ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહિદ અને કંગના વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, કંગના રનૌત ફિલ્મને લઈને સર્જનાત્મક નિર્ણયોમાં દખલ કરી રહી છે. જોકે, જ્યારે કંગના અને શાહિદ બંનેને આ વિશે પૂછવામાં આવ્યું તો બંનેએ તેનો ઇન્કાર કર્યો હતો.

English summary
Shahid's nose started running during the kissing scene, Kangana had an argument
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X