જાણો કપિલના શૉમાં દેખાયેલા ‘સીતા’ હવે શું કરે છે?
જાણો કપિલના શૉમાં દેખાયેલા ‘સીતા’ હવે શું કરે છે?
સીતા આ શબ્દ પડે એટલે જ નજર સામે સીધો દીપિકા ચીખલિયાનો ચહેરો નજર આવે. રામાનંદ સાગરની સિરીયલ રામાયણમાં દીપિકા ચિખલીયા 'સીતા’ના પાત્રમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. રામાયણની રામ, સીતા, લક્ષ્મણની આ જોડી તાજેતરમાં જ કપિલ શર્માના શોમાં સાથે દેખાઈ હતી. ત્યારે જુઓ મૂળ ગુજરાતી એવા દીપિકા ચિખલિયા હવે શું કરે છે.

દીપિકા ચિખલીયા
રામાયણ જેને જેને યાદ હશે, તેમને સીતે તરીકે દીપિકા ચિખલીયા જ યાદ હશે. દીપિકા ચિખલીયાને આ સિરીયલની ઘર ઘરમાં જબરજસ્ત લોકપ્રિયતા મળી હતી. ગુજરાતી અભિનેત્રી દીપિકા ચિખલીયા તાજેતરમાં જ ‘કોમેડી નાઈટ્સ વીથ કપિલ'માં દેખાયા હતા

કપિલના શોમાં જોવા મળી હતી
રામાયણથી ઘર ઘરમાં જાણીતા બનેલા સીતા આજે કંઈક આવા લાગી રહ્યા છે. રામાનંદ સાગર બાદ રામાયણ પર જુદી જુદી સિરીયલો બની ચૂકી છે. પરંતુ 1986માં દીપિકા ચિખલિયાને સીતાના રોલમાં જે લોકપ્રિયતા મળી, તેવી કોઈ અભિનેત્રીને મળી નથી.

રામાયણથી લોકપ્રિયતા
જો કે રામાયણથી લોકપ્રિયતા મેળવ્યા બાદ દીપિકા ચિખલીયા સ્ક્રીન પર ખાસ નથી દેખાયા. ગણતરીની ફિલ્મો કર્યા બાદ દીપિકા ચિખલિયાએ બિઝનેસમેન હેમાંગ ટોપીવાલા સાથે લગ્ન કરી લીધા. બંનેને નીધિ અને જૂહી નામની પુત્રીઓ પણ છે.

કેટલીક ટીવી સિરયલો કરી
રામાયણ બાદ દીપિકા ચિખલિયાએ કેટલીક ટીવી સિરયલો કરી જેમાં ટીપુ સુલ્તાન અને વિક્રમ-વેતાળ જેવા નામ સામેલ છે. તો દીપિકા ચીખલિયાએ ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યુ હતું.

સુન મેરી લૈલા
દીપિકાએ 'સુન મેરી લૈલા' નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં દીપિકા ચિખલિયા સામે રાજ કિરણ હતા. દીપિકા રાજેશ ખન્ના સાથે પણ 3 હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

રાજકારણમાં પણ નાનકડી ભૂમિકા
ફિલ્મો અને સિરીયલો બાદ દીપિકા ચિખલિયા રાજકારણમાં પણ નાનકડી ભૂમિકા ભજવી ચૂક્યા છે. 1991માં દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર વડોદરાથી સંસદની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

એક્ટિંગ ક્ષેત્રે કમબેક
તો લાંબા બ્રેક બાદ ફરી તેમણે એક્ટિંગ ક્ષેત્રે કમબેક કર્યુ. ટીવી સ્ક્રીન પર દીપિકા ચિખલિયાએ ગુજરાતી શૉથી નવી શરૂઆત કરી તી. તેમણે છૂટાછેડામાં સૂત્રધારની ભૂમિકામાં કમબેક કર્યું હતું.

નટસમ્રાટ
છૂટાછેડા બાદ છેલ્લે દીપિકા ચિખલીયા ગુજરાતી 'નટસમ્રાટ'માં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે દેખાયા હતા. આ ફિલ્મ આ જ નામની મરાઠી ફિલ્મની રિમેક હતી.

સિલ્વર સ્ક્રીન પર કમબેક
દીપિકા ચિખલિયા 20 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું. દીપિકા 'ગાલિબ' ફિલ્મ દ્વારા બોલીવુડમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં તે આતંકવાદી અફઝલ ગુરુની પત્ની અને તેમના પુત્ર ગાલિબની માતા તબ્બસુમનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મ અફઝલના પુત્ર ગાલિબ પર જ બનાવામાં આવી છે.

લૉ પ્રોફાઈલ રહે છે
પર્સનલ લાઈફમાં દીપિકા ચિખલીયા લૉ પ્રોફાઈલ રહે છે. લગ્ન બાદ તેઓ ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં પણ ખૂબ જ ઓછા દેખાય છે. લાંબા સમય સુધી તેમણે પારિવારિક બિઝનેસમાં પતિ સાથે કામ કર્યું છે.

ટ્રેડિશનલ વૅર પસંદ છે
દીપિકા ચિખલિયાને ટ્રેડિશનલ વૅર પસંદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને શોર્ટ્સ કરતા સાડી અને જીન્સ પહેરવા વધુ પસંદ છે. જો કે તેમના ઈન્સ્ટાગ્રામ પર તેઓ કેઝ્યુઅલ વેયર અને સાડીમાં જ સૌથી વધુ દેખાય છે.

ટ્રાવેલિંગનો શોખ
દીપિકા ચિખલિયાને ટ્રાવેલિંગનો શોખ છે. પોતાની બિઝી લાઈફમાંથી સમય કાઢીને તે ફ્રેશ થવા માટે ફરવા ઉપડી જાય છે.

આખો જમાનો યાદ આવી જશે
આ જુઓ.. આ જોઈને તમને એક આખો જમાનો યાદ આવી જશે. સીતાના રોલમાં સાવ મિનિમલ મેકઅપ સાથે દીપિકા ચિખલિયા કેટલા સુંદર લાગતા હતા. આજે પણ તેઓ એટલા જ ગોર્જિયસ લાગી રહ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
