સોફિયા અંસારી ફરી વિવાદોમાં સપડાઈ, લહેંગામાં ડાન્સનો વીડિયો બન્યો ટ્રોલનું કારણ

Sofia Ansari dance video: ગુજરાતમાં ગરબા ઈવેન્ટમાં અન્ય ધર્મના લોકો માટે નો એન્ટ્રીનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં હવે વધુ એક નવો વિવાદ ઉભો થયો છે. આ વખતે વિવાદનું કારણ સોશિયલ મીડિયા પર બહુચર્ચિત મોડલ સોફિયા અંસારી છે.

સોફિયા તેની બ્યુટી માટે જાણીતી છે, અને તેણે ગરબા માટે એક ડાન્સ વીડિયો શૂટ કર્યો છે, જેના માટે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Sofia Ansari dance video

મુસ્લિમ છોકરીઓના પ્રવેશને લઈને ટ્રોલિંગ - સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયોમાં તેના બોલ્ડ અંદાજ પર ટિપ્પણી કરીને ટ્રોલ કરવામાં આવી છે. સોફિયા અંસારી કહી રહી છે કે, મુસ્લિમ છોકરીઓને શા માટે પ્રવેશ ન મળવો જોઈએ? વાસ્તવમાં ગુજરાતની સોફિયા અંસારી ડાન્સની ખૂબ જ શોખીન છે અને તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.

સોફિયા અંસારી એક્ટિંગ, મોડલિંગની સાથે યુટ્યુબર છે અને જાહેરાતો પણ કરે છે. આ સિવાય તેની સોશિયલ મીડિયા પર સ્ટારની ઈમેજ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી છે.

સોફિયા અંસારીએ નવરાત્રી પહેલા લહેંગા પહેરીને ગરબા ડાન્સ કર્યો હતો. આ પછી આ આખો વિવાદ ઉભો થયો હતો. જે બાદ હવે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X