બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપના સમાચારો પર સુષ્મિતાએ ફોટો શેર કરી કહ્યુ, ‘આઈ લવ યુ રોહમન'
અભિનેત્રી સુષ્મિતા સેન વિશે હાલમાં સમાચાર આવ્યા હતા કે તેનુ તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયુ છે. પરંતુ સુષ્મિતા સેને આ અફવાઓ પર પોતે જ લગામ લગાવી દીધી છે.
અભિનેત્રી સુષ્મિતા સેન વિશે હાલમાં સમાચાર આવ્યા હતા કે તેનુ તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયુ છે. પરંતુ સુષ્મિતા સેને આ અફવાઓ પર પોતે જ લગામ લગાવી દીધી છે. તેણે રોહમન સાથે જિમનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યો છે જેનાથી એ તો સ્પષ્ટ થઈ ગયુ કે બંને વચ્ચે બધુ બરાબર છે.

‘આ છોકરો લીન છે અને હું મીન છુ'
સુષ્મિતાએ બંનેનો જે ફોટો શેર કર્યો છે તે સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે - ‘આ છોકરો લીન છે અને હું મીન છુ, આઈ લવ યુ રોહમન શૉલ'. ફોટામાં બંને જીમની અંદર પોઝ કરી રહ્યા છે અને ખૂબ જ ફિટ દેખાઈ રહ્યા છે અને કેપ્શનમાં સમજાઈ રહ્યુ છે કે આ ફોટો દુબઈનો છે જ્યાં કોઈ જિમની અંદર સાથે વર્કઆઉટ કરી રહ્યા છે.''
આ કારણે ઉડી હતી બ્રેકઅપની અફવા
સુષ્મિતા અને રોહમનના બ્રેકઅપના સમાચાર ત્યારે સામે આવ્યા હતા જ્યારે રોહમને થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એ પોસ્ટ લખી હતી કે ‘જો તમને એ લાગતુ હોય કે કોઈની સાથે રિલેશનશિપમાં આવીને તમે એ સંબંધમાં યોગદાન આપી રહ્યા છો તો એવુ નથી. આ સાથે રોહમને લખ્યુ કે સાંભળ હું તારી વાત કરી રહ્યો છુ. મને બતાવો કે તને કઈ વસ્તુ હેરાન કરી રહી છે? હું અહીં જ છુ આગલા 24 કલાક. મારી સાથે વાત કરો.'

સુષ્મિતાથી 16 વર્ષ નાના છે રોહમન
રોહમન સાથે સંબંધ વિશે સુષ્મિતા એટલા માટે પણ ચર્ચામાં રહે છે કારણકે રોહમન તેમનાથી 16 વર્ષ નાના છે. ગયા વર્ષથી બંનેએ પોતાના સંબંધને પબ્લિક કરી દીધો છે અને બંને વચ્ચેના પ્રેમ અને બોન્ડીંગ તેમની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે જેમાં તે પરિવાર સાથે એકસાથે છે.












Click it and Unblock the Notifications
