ટાઇગર શ્રોફે દિશા પટની સાથે પેચઅપ અંગે કહ્યું - મારી પાસે એક જ દીશા છે...

Tiger Shroff : વતર્માન દિવસોમાં બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ બડે મિયાં ઔર છોટે મિયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ટાઈગર શ્રોફે પહેલીવાર પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલીને વાત કરી હતી. તેણે ઘણા મોટા ખુલાસા પણ કર્યા હતા.

ટાઇગર શ્રોફનું નામ ઘણીવાર દિશા પટની સાથે જોડાય છે. ભલે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ ચાહકો હજૂ પણ આ જોડીને સાથે જોવાનું પસંદ કરે છે. જોકે, બંનેએ ક્યારેય આ સંબંધને સ્વીકાર્યો ન હતો અને હંમેશા એકબીજાને નજીકના મિત્રો કહેતા હતા. હાલમાં જ અભિનેતાએ જણાવ્યું કે, તે હાલમાં કોને ડેટ કરી રહ્યો છે.

ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ જ્યારે ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું કે, શું તે સિંગલ છે? તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું, મારી પાસે જીવનમાં એક જ દિશા છે... અને તે છે મારું કામ.

Tiger Shroff

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફિલ્મ બડે મિયાં ઔર છોટે મિયાંના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષય કુમારે ટાઈગર શ્રોફની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તેણે પોતાના જીવનમાં માત્ર એક જ દિશામાં ચાલવું જોઈએ.

આ બોલ્યા પછી, અભિનેતા ઇવેન્ટ દરમિયાન જોર જોરથી હસવા લાગે છે. આ પછી તે ટાઈગર શ્રોફને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આલિયા એફ અને માનુષી છિલ્લર પણ અક્ષય કુમારની આ ફની સ્ટાઇલ પર હસવા લાગે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો દિશા પટની તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધામાં જોવા મળી હતી. જોકે, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

આ ફિલ્મમાં તે પહેલીવાર અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે હીરોપંતી-3, મિશન ઈગલ, રેમ્બો અને બાગી 4 ફિલ્મોમાં પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X