TMKOC Upate : જેનિફર મિસ્ત્રીએ ફરી ફોડ્યો બોમ્બ, ટપ્પુ સેના વિશે કહી આ વાત
TMKOC Update : પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ રોશન સિંહ સોઢીના પાત્રથી ઘર ઘર પ્રખ્યાત બનેલી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ શોના નિર્માતા આસિત કુમાર મોદી પર શોષણનો આરોપ લગાવ્યો છે, જે કારણે તે હાલ ચર્ચામાં છે.
જેનિફરે આતિસ કુમાર મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. હવે ફરી એકવાર તેણે પ્રોડ્યુસર પર નવો આરોપ લગાવ્યો છે. આ વખતે જેનિફરે આતિસ કુમાર પર બાળકોને પણ હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેનિફરે ખુલાસો કર્યો હતો કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ બાળકો પર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેનિફર મિસ્ત્રી બંસીવાલે જણાવ્યું હતું કે, શોમાં ટપ્પુ સેનાને ટોર્ચર કરવામાં આવી હતી. 'ટપ્પુ સેના' માં ભવ્ય ગાંધી 'ટપ્પુ' તરીકે, ઝિલ મહેતા 'પિંકુ' તરીકે, સમય શાહ 'ગોગી' તરીકે અભિનય કરે છે. જ્યારે કુશ શાહે 'ગોલી'નું પાત્ર ભજવ્યું હતું. ટપ્પુ સેનાને હેરાન કરવાનો દાવો કરતા જેનિફરે ખુલાસો કર્યો હતો કે, બાળકો સેટ પર અભ્યાસ કરતા હતા અને સેટ પરથી સીધા પરીક્ષા હોલમાં જતા હતા.
જેનિફરે આરોપ લગાવ્યો કે, 'પરીક્ષાના સમયે નાઈટ શિફ્ટ થતી હતી, બાળકો ખરાબ નાઈટ શિફ્ટમાં નાઈટ શૂટ કરે છે, બેસીને અભ્યાસ પણ કરે છે અને સવારે સાત કલાકે પરીક્ષા આપવાના પણ હોય છે. આવું કેટલી વાર થયું, જ્યારે બાળકો સેટ પરથી સીધા પરીક્ષા આપવા ગયા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ પણ અસિત મોદી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, શૈલેષ લોઢા અને દિલીપ જોશી પ્રત્યે અસિત મોદીનું વર્તન સારું હતું.
જેનિફરે અગાઉ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે તેના ભાઈનું અવસાન થયું હતું, ત્યારે અસિત મોદીએ તેના પર ખૂબ જ ઉપકાર કર્યો હતો અને દસ દિવસ સુધી સેટ પર ન આવવા છતાં તેને પૈસા ચૂકવ્યા હતા. તેના પૈસા કાપવામાં આવ્યા ન હતા, પરંતુ આ અંગે ઓપરેશન હેડ સોહેલ રોમાની ઘણીવાર તેને ટોણો મારતો હતો.












Click it and Unblock the Notifications
