For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી વધુ ફી લેનારી બોલીવુડની ટૉપ 15 અભિનેત્રીઓ

આજે સમાજમાં છોકરા અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ ખતમ થતો જઈ રહ્યો છે. ત્યારે તેની અસર બોલીવુડમાં પણ સ્પષ્ટ જોવા મળે છે.

|
Google Oneindia Gujarati News

આજે સમાજમાં છોકરા અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ ખતમ થતો જઈ રહ્યો છે. ત્યારે તેની અસર બોલીવુડમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. જ્યાં થોડો સમય પહેલા ફિલ્મની ઓળખ માત્ર અભિનેતાથી થતી હતી. જો કે આજે આવું રહ્યુ નથી. આજે બોલીવુડમાં અભિનેત્રી તેના કામ બદલ વખણાય છે. હવે અભિનેત્રીઓને અભિનેતા કરતા પણ વધુ ફી ઓફર થઈ રહી છે. દિપિકા પાદુકોણથી લઈ કંગના રણૌત સુધીની અભિનેત્રીઓને મોટી રકમ ચૂકવાય છે. આવો જાણીએ ટૉપ 15 હાઈએસ્ટ પેડ બોલીવુડ અભિનેત્રીઓ વિશે.

1. કંગના રનૌત (25 કરોડ)

1. કંગના રનૌત (25 કરોડ)

કંગના રનૌત બોલીવુડની નહિં પણ ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં છે. તે 3 વખત ભારતના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકી છે. કંગના પોતાના અભિનયથી દર્શકો અને ફિલ્મ સમીક્ષકો બંનેને પોતાના તરફે આકર્ષવામાં સફળ છે. હાલ કંગના પોતાની ફિલ્મ માટે નિર્માતાઓ પાસેથી 24થી 25 કરોડ રૂપિયા ફી લે છે.

2.દિપિકા પાદુકોણ (22 કરોડ)

2.દિપિકા પાદુકોણ (22 કરોડ)

દિપિકાએ પોતાની મહેનતના બળે બોલીવુડમાં ઓળખ બનાવી છે અને હાલ તે ભારતીય સેલિબ્રિટિઝમાં સૌથી ચર્ચિત અને આકર્ષક સેલિબ્રિટી છે. દિપિકાને આલોચકોની સાથે સાથે જનતાનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. આજે તેમના પ્રશંસકોની સંખ્યા લાખો-કરોડોમાં છે. દિપિકા પોતાની ફિલ્મ માટે 21 થી 22 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે.

3.પ્રિયંકા ચોપડા (18 કરોડ)

3.પ્રિયંકા ચોપડા (18 કરોડ)

પ્રિયંકા ચોપડા એક આંતરરાષ્ટ્રીય આઈકોન છે. જે ઘણા લાંબા સમયથી ફિલ્મ જગતમાં સક્રિય છે અને પોતાની જબરજસ્ત એક્ટિંગ માટે ખૂબ વખાણાય છે. તે બોલીવુડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે અને એક ફિલ્મ માટે 18થી 20 કરોડ સુધીનો ચાર્જ લે છે.

4. કરીના કપૂર (17 કરોડ)

4. કરીના કપૂર (17 કરોડ)

કરીના કપૂરને લોકો પ્રેમથી 'બેબો' પણ કહે છે. તેમણે વિવિધ પ્રકારના રોલ કર્યા છે. કરીનાને 6 વખત ફિલ્મફેયર પુરસ્કાર મળી ચૂક્યા છે અને બોલીવુડની સૌથી વધુ ફી લેવાની અભિનેત્રીઓમાં તેનો નંબર ચોથા ક્રમે આવે છે. કરીના સામાન્ય રીતે એક ફિલ્મ માટે 16થી 17 કરોડની ફી લે છે.

5. શ્રદ્ધા કપૂર (15 કરોડ)

5. શ્રદ્ધા કપૂર (15 કરોડ)

શ્રદ્ધા કપૂર ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી અને ગાયક છે જે બોલીવુડની અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાનો અનેખો અંદાજ વેરી ચૂકી છે. ફિલ્મોમાં તે આજના સમયની ઉચ્ચ શ્રેણીની અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધા કપૂર પ્રતિ ફિલ્મ 15 કરોડનો ચાર્જ કરે છે.

6. આલિયા ભટ્ટ (14 કરોડ)

6. આલિયા ભટ્ટ (14 કરોડ)

આલિયા ભટ્ટ કે જેનું નામ જ જણાવે છે કે તે એક શાનદાર અભિનેત્રી છે. બોલીવુડમાં તેનું આગવી ઓળખ છે. આલિયા પ્રોડ્યુસર પાસેથી પોતાની એક ફિલ્મ માટે 13થી 14 કરોડ રૂપિયા લે છે.

7. કૈટરિના કૈફ (12 કરોડ)

7. કૈટરિના કૈફ (12 કરોડ)

કૈટરિના કૈફ બ્રિટિશ-ભારતીય મૂળની અભિનેત્રી અને મોડલ છે. ફિલ્મોમાં પોતાની ઉત્તમ એક્ટિંગ માટે તે ઓળખાય છે. કૈટરિના તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે. તે ભારતની તમામ અભિનેત્રીઓમાં આકર્ષક અભિનેત્રી મનાય છે. કૈટરિના કૈફ પોતાની એક ફિલ્મ માટે 12 કરોડની ફી લે છે.

8. સોનમ કપૂર (11 કરોડ)

8. સોનમ કપૂર (11 કરોડ)

સોનમ કપૂર હિન્દી ફિલ્મોમાં આજની સમયની શીર્ષ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એવું પણ કહેવાય છે કે આજની તમામ અભિનેત્રીઓમાં સૌથી સારી ડ્રેસિંગ સેન્સ સોનમની છે. સોનમ ફિલ્મોમાં પોતાના અભિનય માટે 10થી 11 કરોડ રૂપિયાની ડિમાંડ કરે છે.

9. વિદ્યા બાલન (10 કરોડ)

9. વિદ્યા બાલન (10 કરોડ)

બોલીવુડમાં વિદ્યા પોતાની ઉત્તમ એક્ટિંગ અને ઉદારતા માટે ઓળખાય છે. વિદ્યાનો અત્યાર સુધીનો ફિલ્મી પ્રવાસ સફળ રહ્યો છે. તેને એક રાષ્ટ્રીય પુરસ્કાર અને 5 વખત ફિલ્મફેયર અવોર્ડથી પણ સન્માનિત કરાઈ છે. વિદ્યા હાલ એક ફિલ્મ માટે 10 કરોડની રકમ લે છે.

10. અનુષ્કા શર્મા (9 કરોડ)

10. અનુષ્કા શર્મા (9 કરોડ)

અનુષ્કા શર્મા એક પ્રખ્યાત અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે. હિંન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તે એક મોટુ નામ છે. અનુષ્કા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની છે. અનુષ્કા પોતાની એક ફિલ્મ માટે 9 કરોડ સુધીનો ચાર્જ કરે છે.

11. પરણીતિ ચોપડા (8 કરોડ)

11. પરણીતિ ચોપડા (8 કરોડ)

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પરણીતિ ચોપડા આજકાલ સૌથી વધુ માંગ વાળી અને સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. જે એક ફિલ્મ માટે 7થી 8 કરોડ ચાર્જ લે છે.

12. સોનાક્ષી સિન્હા (7 કરોડ)

12. સોનાક્ષી સિન્હા (7 કરોડ)

સોનાક્ષી સિન્હા બોલીવુડની સૌથી બેંકેબલ તારલામાંની એક છે. પોતાના કેરિયરમાં કેટલીક હિટ અને મિસ ફિલ્મો કરવાની સાથે, તેણે પોતાનું એક ઉંચુ સ્થાન મેળવી લીધુ છે અને એક ફિલ્મ કરવાના તે 7 કરોડ લે છે.

13.ઐશ્વર્યા રૉય બચ્ચન (6 કરોડ)

13.ઐશ્વર્યા રૉય બચ્ચન (6 કરોડ)

એશ્વર્યા રૉય બચ્ચન ભારતીય ફિલ્મ અભિનેતા અને 1994ની મિસ વલ્ડ સ્પર્ધાની વિજેતા છે. ઐશ્વર્યાનું બોલીવુડ કેરિયર શાનદાર રહ્યુ અને તે ભારતની એક પોપ્યુલર અને હાઈપ્રોફાઈલ સેલિબ્રિટિઝમાંની એક મનાય છે. તે એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે.

14. જૈક્લિન ફર્નાન્ડીઝ (5 કરોડ)

14. જૈક્લિન ફર્નાન્ડીઝ (5 કરોડ)

જૈકલિન ફર્નાન્ડિઝ એક સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઓળખાતી શ્રીલંકન બોલીવુડ અભિનેત્રી છે. તે એક ફિલ્મ માટે 5 કરોડનો ચાર્જ લે છે.

15. દિશા પટની (4 કરોડ)

15. દિશા પટની (4 કરોડ)

દિશા પટની કે દિશા પાટણી એક ભારતીય ફિલ્મ એક્ટ્રસ છે. દિશા ફિલ્મ એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી માટે આઈફાનો બેસ્ટ ફિલ્મ ફેયર ડેબ્યુ અવોર્ડ પણ મેળવી ચૂકી છે. દિશા હાલ પોતાની ફિલ્મ માટે 4 કરોડ સુધીનો ચાર્જ લે છે.

આ પણ વાંચો: જયારે બોલિવૂડ અભિનેત્રીઓએ પોતાનો સેક્સી અવતાર બતાવ્યો

English summary
top 15 highest paid actresses of bollywood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X