દોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન- તસવીરો આવતા જ થઈ ટ્રોલ
દોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન- તસવીરો આવતા જ થઈ ટ્રોલ
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હાલમાં જ સુહાના પોતાના કોલેજ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી. જેની તસવીરોને લઈ સુહાના ભારે ટ્રોલ થઈ. તસવીરોમાં સુહાના સાથે જે છોકરા છે, જે શર્ટલેસ છે, જેને જોઈ સોશિયલ મીિયા પર લોકોએ વાંધો ઉઠાવ્યો અને લખ્યું કે- ભૂલો નહિ કે તમે ભારતીય છે. લોકોએ સુહાનાને શરમ કરવા સુધીની વાત કહી દીધી.

ટ્રોલ થઈ
ઠીક, સોશિયલ મીડિયામાં જ્ઞાન આપવાની આઝાદી છે. જ્યારે સુહાના બૉલીવુડની સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાંથી એક છે. એવામાં સુહાના માટે ટ્રોલ થવું કોઈ મોટી વાત નથી. જ્યાં કેટલાક લોકો સુહાનાની તસવીર પર વાંધો ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકોએ સુહાનાના વખાણ પણ કર્યાં અને કહ્યું કે- દરેક છોકરીને પોતાની રીતે જિંદગી જીવવાનો હક છે. જણાવી દઈએ કે હાલ સુહાના ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરી રહી છે.

સુહાના ખાન
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. તે પોતાની કૉલેજ પાર્ટી, પ્રેન્ડ્સ સાથે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પોલ ડાંસ
કેટલાક દિવસો પહેલા જ સુહાનાનો એક વીડિયો ભારે વાયરલ થયો હતો, જ્યાં તે પોલ ડાંસ કરતી જોવા મળી રહી હતી. કોઈ શક નથી કે સોશિયલ મીડિયા પર સુહાના સુપરહિટ છે.

સોશિયલ મીડિયા
સુહાના પહેલા પણ પોતાની તસવીરોને લઈ વિવિધ કારણોસર ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે. ક્યારેક પોતાના લુક્સને લઈને તો ક્યારેક ફેશનને લઈને...

મીડિયાની ફેવરિટ
શાહરુખ ખાનના ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરાહામ.. મીડિયાના ફેવરેટ છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અવારનવાર વાયરલ થઈ જાય છે.

બૉલીવુડ ડેબ્યૂ
સુહાના પોતાનો અભ્યાસ પૂર્ણ કરી જલદી જ બૉલીવુડમાં ડેબ્યૂ કરનાર છે. ઉમ્મીદ છે કે કરણ જોહર જ સુહાના ખાનને લૉન્ચ કરશે.

ગ્લેમરથી હટકે
જો ગ્લેમર અને સ્ટાઈલથી હટકે વાત કરવામાં આવે તો સુહાના સ્પોર્ટ્સમાં પણ ચેમ્પિયન છે. તેને પણ પાપાની જેમ ફુટબોલ રમવાનું બહુ પસંદ છે.












Click it and Unblock the Notifications
