TRP List : આવી ગઇ ટીઆરપી લિસ્ટ, જાણો કયો શો છે નંબર વન
TRP List : ટીઆરપી લિસ્ટમાં ઘણી સિરિયલ્સનું નામ આવવું એ વાતની સાક્ષી પૂરે છે કે, તે શો દર્શકોને કેટલો પસંદ પડી રહ્યો છે. ફિલ્મના સાથે સાથે ટીવી સિરિયલ્સને પણ લોકો પસંદ કરે છે. લોકો પોતાના પરિવાર સાથે બેસીને ઘરમાં આરામથી ટીવી જોવાનું પસંદ કરે છે.
આ અઠવાડિયે કયો શો છે, જેના પર જનતાએ વધુ પ્રેમ દર્શાવ્યો છે. ઓરમેક્સની યાદીમાં ટીવી શોને તેમની લોકપ્રિયતાના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે 'અનુપમા' નંબર વન પર પોતાનું સ્થાન બનાવી શકી નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા - ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ વખતે આ લિસ્ટમાં નંબર વન પર છે. હાલમાં જ આ શો ચર્ચામાં આવ્યો છે. આ શોના મેકર્સ પર ઘણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
'ધ કપિલ શર્મા શો' - કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'એ આ લિસ્ટમાં બીજા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ શોમાં અમને હંમેશા નવા મહેમાન જોવા મળે છે.
'અનુપમા' - 'અનુપમા' આ વખતે ત્રીજા નંબર પર આવી છે. આ શોમાં હવે ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં જ આ શોમાં અનુપમા અને અનુજ અલગ થઈ ગયા છે, પરંતુ અનુજ સમરના લગ્ન માટે શાહના ઘરે આવ્યા છે. જ્યારે અનુપમા પોતાનું સપનું પૂરું કરવા અમેરિકા જઈ રહી છે.
'ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સર' - ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સર આ વખતે યાદીમાં ચોથા નંબરે આવી છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' - સ્ટાર પ્લસનો ફેમસ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' આ વખતે લિસ્ટમાં 5માં નંબર પર આવી ગયો છે.
'ગમ હૈ કિસી કે પ્યાર મેં' - સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' આ વખતે આ શો આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. આ શોની પાખીએ આ શોને અલવિદા કહી દીધું છે. એવા જ સમાચાર આવી રહ્યા છે કે, વિરાટ અને સાઈ પણ શો છોડવા જઈ રહ્યા છે. કારણ કે, શોમાં લીપ આવવા જઈ રહી છે.
'કુમકુમ ભાગ્ય' - શો 'કુમકુમ ભાગ્ય' આ વખતે 7મા નંબર પર છે.
'રાધા મોહન' - આ લિસ્ટમાં શો 'રાધા મોહન' 8મા નંબર પર છે.
પંડ્યા સ્ટોર - પંડ્યા સ્ટોર આ વખતે યાદીમાં 9મા નંબરે છે.
'ભાગ્ય લક્ષ્મી' - આ યાદીમાં 'ભાગ્ય લક્ષ્મી' 10માં નંબર પર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
