અક્ષય કુમાર નીરજ ચોપરાની બાયોપિક બનાવશે? ટ્વિટર યુઝર્સે આપ્યા ક્રિએટિવ જવાબ

આજે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે, જેની ખુશી સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને તમામ બોલિવૂડ સેલિબ્રિટીઝ વ્યક્ત કરી હતી.

આજે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે, જેની ખુશી સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને તમામ બોલિવૂડ સેલિબ્રિટીઝ વ્યક્ત કરી હતી. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પરાક્રમ પછી તરત જ, બોલિવૂડ કોરિડોરમાં નીરજ ચોપરા પર બાયોપિક બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિકનો જમાનો ચાલી રહ્યો છે, એમએસ ધોની, 1983 ક્રિકેટ વર્લ્ડ કપ, મેરી કોમ, મિલ્ખા સિંહ અને ઘણા ખેલાડીઓ પર ફિલ્મો બનાવવામાં આવી છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ પર બાયોપીક બનાવવાની સ્પર્ધા જામી હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ તો આ ફિલ્મ માટે હીરોની પસંદગી કરી લીધી બોલો.

akshay kumar

નીરજ ચોપરાની સાથે અક્ષય કુમારે પણ ટ્રેન્ડિંગ શરૂ કર્યું હતું. નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યા બાદ બોલિવૂડ કોરિડોરમાં સમાચાર આવવા લાગ્યા કે, અક્ષય કુમારે નીરજ ચોપરા પર બાયોપિક બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે. જો કે, આ માત્ર અફવાઓ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે ચાહકોએ અક્ષય કુમારના મેમ્સ અને તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું હતું. અક્ષય કુમારના ચાહકોએ કેટલીક જૂની તસવીરો શેર કરી અને લખવા લાગ્યા કે, અક્ષય કુમાર પણ નીરજ ચોપરાની બાયોપિક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ચાહકોએ આ વિષયને લઈને ઘણા પ્રકારના મેમ્સ શેર કર્યા હતા. તો જોઇએ કે હાલ અક્ષય કુમાર વિશે સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની ચર્ચા ચાલી રહી છે.

અક્ષય કુમાર વિશે ઓછા સમયમાં અફવાઓ આવવા લાગી હતી

અક્ષય કુમાર વિશે ઓછા સમયમાં અફવાઓ આવવા લાગી હતી

ઘણા લોકો અક્ષય કુમાર વિશે કહેવા લાગ્યા કે, તેમણે નીરજ ચોપરા પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદ્યા છે. અક્ષય કુમાર બોલીવુડમાં એકમાત્ર સ્ટાર છે, જે બેક ટુબેક ફિલ્મો સાઇન કરે છે અને શુંટિગ પણ પુરૂ કરે છે. આવી સ્થિતિમાં ચાહકો અક્ષય કુમારનું નામ લેવા લાગ્યા હતા.

બરછી ફેંકતો અક્ષય કુમાર

બરછી ફેંકતો અક્ષય કુમાર

ચાહકોએ અક્ષય કુમાર વિશે મેમ્સ પણ શેર કર્યા છે. આ રીતે અક્ષય કુમારની તસવીર એડિટ કરીને ચાહકોએ બરછી ફેંકનારા ખેલાડીની તસવીર શેર કરી હતી.

અક્ષય કુમાર અને નીરજ ચોપરા

અક્ષય કુમાર અને નીરજ ચોપરા

ટ્વિટર યુઝર્સે અક્ષય કુમારની જૂની તસવીર સર્ચ કરીને આવા મેમ્સ શેર કર્યા છે.

નીરજ ચોપરા ખુદ તેનું પાત્ર ભજવે

નીરજ ચોપરા ખુદ તેનું પાત્ર ભજવે

એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, અમારે અક્ષય કુમાર કે કોઈ અભિનેતાની જરૂર નથી, નીરજ ચોપરા પોતાની ભૂમિકા પોતે જ ભજવી શકે છે.

નીરજ ચોપરાની બાયોપિક માટે લડ્યા જ્હોન-અક્ષય

નીરજ ચોપરાની બાયોપિક માટે લડ્યા જ્હોન-અક્ષય

નીરજ ચોપરાની બાયોપિકની ચર્ચા કરતી વખતે કેટલાક યુઝર્સે ટ્રોલ પણ કર્યા હતા. એક મેમ શેર કરતી વખતે, યુઝરે લખ્યું કે, અક્ષય કુમાર અને જોન અબ્રાહમ નીરજચોપરાની બાયોપિક માટે આ રીતે લડતા જોવા મળ્યા હતા.

નીરજ ચોપરા એકમાત્ર અભિનેતા અક્ષય કુમારને જ ફોલો કરે છે

નીરજ ચોપરા એકમાત્ર અભિનેતા અક્ષય કુમારને જ ફોલો કરે છે

સોશિયલ મીડિયા પર યુઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે, નીરજ ચોપરા સોશિયલ મીડિયા પર માત્ર અભિનેતા અક્ષય કુમારને જ ફોલો કરે છે.

અક્ષય કુમારનો બરછી લૂક

અક્ષય કુમારનો બરછી લૂક

અક્ષય કુમારની બરછી ફેંકવાની આવી ઘણી તસવીરો ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X