નવેમ્બરમાં રાજકુમાર રાવ કરશે આ બોલિવૂડની અભિનેત્રી સાથે લગ્ન? એક જાહેરાત જોઈને થઇ ગયો હતો ફિદા
બોલિવૂડમાં પોતાના અભિનયથી લોકોનો દિલ જીતનારા રાજકુમાર રાવ હવે સિંગલથી મિંગલ બની જવાનો છે. એવા અહેવાલો છે કે, રાજકુમાર આવતા મહિન તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
મુંબઈ : બોલિવૂડમાં પોતાના અભિનયથી લોકોનો દિલ જીતનારા રાજકુમાર રાવ હવે સિંગલથી મિંગલ બની જવાનો છે. એવા અહેવાલો છે કે, રાજકુમાર આવતા મહિન તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રાજકુમાર અને પત્રલેખા બંને એક દાયકાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ પ્રથમ કિસ્સામાં પત્રલેખાએ રાજકુમારને નકારી કાઢ્યો હતો. પત્રલેખાએ કપિલ શર્મા શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ચીપ માણસ છે રાજકુમાર રાવ
રાજકુમાર રાવ શનિવારના રોજ હમ દો હમારે દો કો-સ્ટાર કૃતિ સેનન સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. ત્યાં તેણે તેની લવ સ્ટોરી વિશે ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.
રાજકુમારે કહ્યું કે, જ્યારે તે પહેલીવાર પત્રલેખાને મળ્યો, ત્યારે તેને લાગ્યું કે હું 'લવ સેક્સ ઔર ધોકા'ના મારા પાત્રની જેમ ખૂબ 'ચેપ' છું. રાવે કહ્યું, 'તે વિચારતી હતી કે તે એટલો જ ચીપ માણસ છે, તેથી તે મારી સાથે વાત કરતી ન હતી.'

કેટલી સુંદર છે, આ છોકરી સાથે લગ્ન કરવા જોઈએ
રાજકુમારે કહ્યું કે, પહેલીવાર મળ્યા પહેલા તે પહેલા મેં તેને એક એડમાં જોઇ હતી. આ જોઈને મેં વિચાર્યું કે, તે કેટલી સુંદર છોકરી છે, તેની સાથે લગ્ન કરવા જોઈએ.
જે બાદ કપિલ શર્માએ પૂછ્યું કે, 'શું તમે જાહેરાતમાં જ એકબીજાને જોઈ રહ્યા છો કે, બંને બીજે ક્યાંક પણ મળો છો?' જેના જવાબમાં રાજકુમારે કહ્યું કે, ના ઘરે પણ મળીએ છીએ.

નવેમ્બરની આ તારીખે કરી શકે છે લગ્ન
અહેવાલ છે કે, રાજકુમાર રાવ નવેમ્બર મહિનાની 10, 11 કે 12 તારીખે પત્રલેખા સાથે લગ્ન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ હશે અને આ લગ્નમાં ફક્ત રાજકુમારની નજીકના લોકો જ શામેલ થશે.
જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, પત્રલેખાએ 2014માં આવેલી ફિલ્મ સિટી લાઈટ્સમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જે બાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
