યુટ્યુબર અરમાનની બંન્ને પત્ની એકસાથે પ્રેગ્નેન્ટ, ભડકેલા લોકોએ કરી આવી કોમેન્ટ
ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય યુટ્યુબરોમાં અરમાન મલિકનું નામ પણ શામેલ છે. અરમાન મલિકે બે વાર લગ્ન કર્યા છે. અરમાનની બંને પત્નીઓ એક જ ઘરમાં તેની સાથે રહે છે.
ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય યુટ્યુબરોમાં અરમાન મલિકનું નામ પણ શામેલ છે. અરમાન મલિકે બે વાર લગ્ન કર્યા છે. અરમાનની બંને પત્નીઓ એક જ ઘરમાં તેની સાથે રહે છે. અરમાન પોતાની યુટ્યુબ ચેનલ પર તેની બંને પત્નીઓ સાથે વીલોગ બનાવે છે. ઉલ્લેખનીય છે કે, અરમાન મલિક ઘણીવાર અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. હાલ અરમાન મલિક સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઇ રહ્યો છે.

અરમાનની બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી થઈ
YouTuber અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અરમાન મલિકની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક પણ કન્ટેન્ટ ક્રિએટર્સ છે. અરમાનને પત્ની પાયલ સાથે એક પુત્ર પણ છે.
હવે અરમાનની બંને પત્નીઓ એકસાથે ગર્ભવતી થઈ ગઈ છે. અરમાને તેના ઈન્સ્ટાગ્રામહેન્ડલ પર બંને પત્નીઓની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અરમાને બંને પત્નીઓ સાથેની પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અરમાનની બંને પત્નીઓ તેમના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે અરમાને કેપ્શનમાં લખ્યું- માય ફેમિલી.

ટ્રોલ થઈ રહ્યો છે અરમાન મલિક
અરમાનની પોસ્ટ સામે આવ્યા બાદ લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો અરમાનને અભિનંદન આપી રહ્યા છે, જ્યારેબંને પત્નીઓ પ્રેગ્નન્ટ હોવા પર ઘણા લોકો તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.
ઘણા લોકો ચોંકી ગયા છે કે, અરમાનની બંને પત્નીઓએકસાથે ગર્ભવતી કેવી રીતે થઈ શકે છે. લોકો અરમાનની મજાક ઉડાવી રહ્યા છે અને તેને કલાસ લઇ રહ્યા છે.
એક યુઝરે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે, શું બંને એક જ સમયે પ્રેગ્નન્ટ થયા છે? અન્ય એક યુઝરે લખ્યું- હું આશ્ચર્યચકિત છું... બંને એકસાથે ગર્ભવતી કેવી રીતે હોઈ શકે.આવા સમયે, ઘણા લોકો માને છે કે, અરમાન તેની પ્રથમ પત્નીને ઓછો અને બીજી પત્નીને વધુ પ્રેમ કરે છે.
લોકો કહે છે કે, અરમાન તેનીબીજી પત્નીને વધુ મહત્વ આપે છે અને તેની મોટાભાગની તસવીરો તેની સાથે જ શેર કરે છે. અરમાન મલિકની આ પોસ્ટને અત્યાર સુધીમાં1.47 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
જાણો કોણ છે અરમાન મલિક?
અરમાન મલિક એક લોકપ્રિય યુટ્યુબર છે, તે ઘણીવાર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર રસપ્રદ વીડિયો શેર કરે છે. રિપોર્ટ્સ અનુસાર, અરમાનેવર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, વર્ષ 2018 માં, તેણે તેની પત્નીની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા હતા. અરમાન બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે અને બંને સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.












Click it and Unblock the Notifications
