બૉલિવુડ ફિલ્મ એક્ટર ગોવિંદાને ગોળી વાગી, ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે દાખલ કરાયા
બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના કોમેડિયન અને પ્રખ્યાત એક્ટર ગોવિંદાને અકસ્માતે ગોળી વાગી છે. મળતી માહિતી મુજબ આ ગોળી ગોવિંદાને ખુદની બંદુકથી જ લાગી છે, આજે સવારે તેઓ કોઈ કામથી બહાર જવાના હતા, એ પહેલાં તેઓ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને અચાનક જ ફાયરિંગ થતાં ગોવિંદા ઈજાગ્રસ્ત થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત હાલતમાં અભિનેતા ગોવિંદાને મુંબઈની કોઈ હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાનો ઈલાજ ચાલી રહ્યો છે.
ગોવિંદાની સ્થિતિ વિશે વધુ માહિતી મળી નથી, વધુ માહિતી માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.












Click it and Unblock the Notifications
