યશ રાજ બૅનરની કિલ દિલમાં વિલન બનશે ગોવિંદા
મુંબઈ, 18 એપ્રિલ : લાંબા વખતથી એક હિટ ફિલ્મ માટે તલસતાં અભિનેતા ગોવિંદાના દિવસો હવે કદાચ ફરવાનાં છે. એટલે જ તો તેમને પોતાનું કૅરિયર પુનર્સ્થાપિત કરવાની તક યશ રાજ બૅનર આપવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગોવિંદાની ઝોળીમાં હવે યશ રાજ બૅનરની ફિલ્મ આવવાની છે.

આદિત્ય ચોપરા કિલ દિલ નામની એક ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેમાં ગોવિંદા વિલનનો રોલ કરવાનાં છે. કહે છે કે તાજેતરમાં આદિત્ય અને ગોવિંદા વચ્ચે લાંબી મુલાકાત થઈ કે જે પછી આ સમાચાર બહાર આવ્યા છે.
બીજી બાજુ ડેવિડ ધવન પુનઃ એક વાર ગોવિંદા અને સલમાન ખાનને લઈ પાર્ટનર 2 બનાવી રહ્યાં છે. ક્યારેક પોતાના પુત્ર નર્મદા આહુજાનું કૅરિયર બનાવવાના સપના જોનાર ગોવિંદાનું પોતાનું કૅરિયર નીચે ઉતરતું ગયું કે જેને પાટે ચડાવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે ગોવિંદા.
જોઇએ પોતાની ડાન્સિંગ સ્ટાઇલ અને કૉમેડી દ્વારા લોકોને ઘેલા બનાવનાર ગોવિંદા હવે વિલન તરીકે લોકોને કેટલાં પસંદ પડે છે? જોકે ગોવિંદાએ અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેઓ સફળ થયા નહોતાં. હવે આ વખતે યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફ સાથે તેઓ કેટલા સફળ થાય છે તે જ જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
