Pics : બૉલીવુડને બે દાયકા બાદ નર્મદા આહુજા તરીકે ફરી મળશે ‘ટીના’
મુંબઈ, 9 ઑક્ટોબર : હાશ! ગોવિંદાની દીકરી નર્મદાને આખરે ફિલ્મ મળી જ ગઈ. લાંબા સમયથી ફિલ્મની શોધ કરી રહેલી નર્મદા આહુજા હવે રૂપેરી પડદે દેખાશે, પરંતુ તેઓ પોતાના રીયલ નેમ એટલે કે નર્મદા સાથે લૉન્ચ નહીં થાય. જાણવા મળ્યું છે કે પોતાના પપ્પા ગોવિંદાની જેમ જ નર્મદાએ પણ નામ બદલી ફિલ્મોમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. કહે છે કે નર્મદા આહુજા બૉલીવુડમાં ટીના આહુજા નામે લૉન્ચ થનાર છે.
હવે જો આ વાત સાચી જ હોય, તો બૉલીવુડને વર્ષો બાદ ફરી એક વાર ટીના નામ ધરાવતી એક અભિનેત્રી મળશે. એંસીના દાયકામાં એક ટીના નામની અભિનેત્રી હતી કે જે આજે એક મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની છે. હા જી, અમે વાત કરી રહ્યા છે ટીના મુનીમની કે જેઓ 1978થી 1991 દરમિયાન ફિલ્મોમાં એક્ટિવ રહ્યાં. આમ લગભગ 23 વર્ષ બાદ બૉલીવુડમાં ફરી એક ટીના આવશે.
નોંધનીય છે કે ગોવિંદાનું અસલી નામ ગોવિંદ અરુણ આહુજા છે, પરંતુ ફિલ્મોમાં ગોવિંદ નહીં, બલ્કે ગોવિંદા નામ સાથે તેઓ ઉતર્યા હતાં. કહે છે કે નર્મદાનું નિકનેમ ટીના છે અને નર્મદાને લાગે છે કે આ નામ વધુ ક્રૅઝી છે. તેથી તેમણે પોતાનું રીલ નેમ ટીના આહુજા રાખવાનો નિર્ણય કર્યો છે. હવે આ નામ તેમના અને તેમના ફિલ્મી કૅરિયર માટે કેટલુ લકી સાબિત થાય છે, તો સમય જ બતાવશે.
નર્મદા આહુજા ફિલ્મ દિગ્દર્શક સ્મીપ કાંગની આગામી હિન્દી ફિલ્મમાં નજરે પડનાર છે. આ અનટાઇટલ્ડ ફિલ્મમાં નર્મદાના હીરો હશે હની સિંહ ફૅમ ગિપ્પી ગરેવાલ. કહે છે કે સ્મીપ કાંની આ આગામી હિન્દી ફિલ્મ એક સ્વસ્થ કૉમેડી ફિલ્મ હશે અને નર્મદા તેની તૈયારીઓમાં લાગી ચુક્યાં છે. નર્મદા આહુજા ગોવિંદા તથા સુનીતાનું પ્રથમ સંતાન છે. નર્મદાના નાના ભાઈનું નામ યશવર્ધન છે અને તેઓ પણ ટુંકમાં જ બૉલીવુડમાં એન્ટ્રી કરવાના છે.
ચાલો આપને બતાવીએ કેવા દેખાય છે નર્મદા ઉર્ફે ટીના :

સ્મીપ કાંગની ફિલ્મ
જાણવા મળે છે કે નર્મદા આહુજા પંજાબી ફિલ્મના દિગ્દર્શક સ્મીપ કાંગની આગામી હિન્દી ફિલ્મમાં નજરે પડશે.

30 ઑફર્સ ઠુકરાવી
નર્મદાના માતા સુનીતાએ આ જ વર્ષે આઇફા ઍવૉર્ડ્સ દરમિયાન કહ્યુ હતું કે છેલ્લા ત્રણ વર્ષોમાં નર્મદા 30 કરતા વધુ ફિલ્મોની ઑફર્સ ઠુકરાવી ચુકી છે.

ગિપ્પી ગરેવાલ
સ્મીપ કાંગની આગામી ફિલ્મમાં નર્મદાનાહીરો હશે હની સિંહ ફૅમ ગિપ્પી ગરેવાલ.

નર્મદા પ્રથમ સંતાન
ગોવિંદા-સુનીતાના પ્રથમ સંતાન છે નર્મદા. તેમના ભાઈનું નામ છે યશવર્ધન અને તેઓ પણ ટુંકમાં જ બૉલીવુડમાં એન્ટ્રી કરવાના છે.

ટીના આહુજા
જાણવા મળે છે કે નર્મદા આહુજા બૉલીવુડમાં ટીના આહુજા નામે લૉન્ચ થવાના છે.

બે દાયકા બાદ
જો નર્મદા ટીના નામે લૉન્ચ થાય, તો બે દાયકા બાદ બૉલીવુડમાં ફરી એક વાર ટીના નામની અભિનેત્રી આવશે. 1978થી 1991 દરમિયાન બૉલીવુડમાં ટીના મુનીમ નામના અભિનેત્રી એક્ટિવ હતાં કે જેઓ આજે અનિલ અંબાણીના પત્ની છે.

નર્મદા આહુજાની તસવીરી ઝલક
નર્મદા આહુજાની તસવીરી ઝલક

નર્મદા આહુજાની તસવીરી ઝલક
નર્મદા આહુજાની તસવીરી ઝલક

નર્મદા આહુજાની તસવીરી ઝલક
નર્મદા આહુજાની તસવીરી ઝલક

નર્મદા આહુજાની તસવીરી ઝલક
નર્મદા આહુજાની તસવીરી ઝલક
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
