બ્લ્યૂ માઉંટેન સાથે ધમાકેદાર કમબૅક કરશે ગ્રેસી સિંહ
મુંબઈ, 11 મે : લગાન તથા મુન્નાભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો દાખવનાર અભિનેત્રી ગ્રેસી સિંહ હવે લાંબા વખત બાદ બ્લ્યૂ માઉંટેન ફિલ્મ સાથે કમબૅક કરવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં રાજપાલ યાદવ તથા અરુણ શૌરી પણ મુખ્ય ભૂમિકામાં છે.

બ્લ્યૂ માઉંટેનના નિર્માતા રાજેશ જૈને જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ મુંબઈ, શિમલા તથા આગ્રામાં થઈ ચુક્યું છે. હવે તેના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચલે છે. બ્લ્યૂ માઉંટેન એક પારિવારિક તેમજ સામાજિક ફિલ્મ છે અને મૂળત્વે તે બાળકો પર આધારિત છે. ફિલ્મ વડે એમ સંદેશ આપવાનો પ્રયત્ન છે કે બાળકોની ઇચ્છા ઉપર માતા-પિતાએ પોતાની ઇચ્છા થોપવી જોઇએ નહીં.
તેમણે જણાવ્યું કે આ ફિલ્મ સા રે ગા મા પ્રોગ્રામથી પ્રેરિત છે અને આ કાર્યક્રમનો પ્રતિસ્પર્ધી રહી ચુકેલ યથાર્થ આ ફિલ્મમાં મહત્વનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ જુલાઈ સુધીમાં રિલીઝ થશે. તેમણે જણાવ્યું કે બ્લ્યૂ માઉંટેન ફિલ્મનું શૂટિંગ શિમલામાં લગભગ 45 દિવસ ચાલ્યું કે જેમાં પાંચ ડિગ્રી તાપમાને પણ રાજપાલ યાદવે પોતાના કપડાં ઉતારી શૉટ્સ આપ્યાં. ફિલ્મના નિર્માતા સુમન ગાંગુલી છે તથા ગીતો શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ અને કૈલાશ ખેરે ગાયાં છે. રાજેશ જૈન કશ્મીર સમસ્યા પર આધારિત આઈ એમ જેવી મહત્વની ફિલ્મો બનાવી ચુક્યાં છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
