Janmashtami Special : શમ્મી ટુ સોનાક્ષી, આ છે બૉલીવુડના ટૉપ 10 Govinda Songs...

અમદાવાદ, 16 ઑગસ્ટ : આવતીકાલે દેશભરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. મુંબઈ સહિત દેશના અનેક ભાગોમાં આ પ્રસંગે દહી-હાંડીને કાર્યક્રમો યોજાશે. વાત જ્યારે બૉલીવુડ ફિલ્મોની આવે, તો તેમાં પણ દહી-હાંડી અને ગોવિંદાને સાંકળી લેતા ગીતોનો કોઈ ટોટો નથી.

શમ્મી કપૂરથી લઈ સોનાક્ષી સિન્હા સુધી અનેક બૉલીવુડ સ્ટાર્સ મોટા પડદે ગીત ગોવિંદાના ગીત ગાતા-ગાતા દહી-હાંડીની માટલી ફોડી ચુક્યા છે. શમ્મી કપૂર બાદ શત્રુઘ્ન સિન્હા, અમિતાભ બચ્ચન, ગોવિંદા અને છેલ્લે ઓહ માય ગૉડ ફિલ્મમાં પ્રભુ દેવા તથા સોનાક્ષી સિન્હા ગોવિંદાના ગીતો પર ઝૂમી ચુક્યા છે.

ચાલો જોઇએ બૉલીવુડ ફિલ્મોના ટૉપ 10 ગોવિંદા ગીતો :

ગોવિંદા આલા રે આલા...

ગોવિંદા આલા રે આલા...

મોહમ્મદ રફીના અવાજમાં આ ગીત આજે પણ લોકો ગણગણે છે. બ્લફમાસ્ટર ફિલ્મના આ ગીત ગોવિંદા આલા રે આલા...માં સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. ગીત શમ્મી કપૂર અને સાયરા બાનુ પર શૂટ કરાયુ હતું.

તીન બત્તી વાલા ગોવિંદા આલા...

તીન બત્તી વાલા ગોવિંદા આલા...

મુકાબલા ફિલ્મનું આ ગીત કિશોર કુમારે ગાયુ હતું અને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું.

યશોમતી મૈયા સે...

યશોમતી મૈયા સે...

યશોમતી મૈયા સે... ગીત ફિલ્મ સત્યમ શિવમ સુંદરનું છે કે આજે પણ જન્માષ્ટમી પ્રસંગે સાંભળવુ ગમે જ.

મચ ગયા શોર...

મચ ગયા શોર...

ખુદ્દાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પરવીન બાબી પર શૂટ કરાયેલ ગીત મચ ગયા શોર સારી નગરી રે...ને લતા મંગેશકર અને કિશોર કુમારે અવાજ આપ્યો હતો.

ગોવિંદા આયો રે...

ગોવિંદા આયો રે...

બદલા ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હા અને મૌસમી ચૅટર્જી પર ફિલ્માવાયેલ ગોવિંદા આયો રે... ગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે કમ્પોઝ કર્યુ હતું.

આલા રે આલા...

આલા રે આલા...

કાલા બાઝાર ફિલ્મમાં રાજેશ રોશન દ્વારા કમ્પોઝ્ડ આલા રે આલા... ગીત અનિલ કપૂર તથા જૅકી શ્રૉફ પર શૂટ કરાયુ હતું.

મોહે છેડો ના...

મોહે છેડો ના...

લમ્હે ફિલ્મનું ગીત મોહે છેડો ના... આનંદ બક્શીએ લખ્યુ હતું અન લતા મંગેશકરે ગાયુ હતું. સંગીત શિવ-હરીનું હતું.

ચાંદી કી ડાલ પર...

ચાંદી કી ડાલ પર...

હેલ્લો બ્રધર ફિલ્મમાં સલમાન ખાન અને રાણી મુખર્જી પર શૂટ કરાયેલ ગીત ચાંદી કી ડાલ પર... હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યુ હતું.

હર તરફ હૈ યહ શોર

હર તરફ હૈ યહ શોર

વાસ્તવ ફિલ્મમાં સંજય દત્ત ગોવિંદાની ભક્તિમાં ઝૂમ્યા હતાં. હર તરફ હૈ યહ શોર... ગીત જતિન-લલિતે કમ્પોઝ કર્યુ હતું.

ગો ગો ગો ગોવિંદા...

ગો ગો ગો ગોવિંદા...

ગોવિંદા અને દહી-હાંડી પર આધારિત લેટેસ્ટ ગીત ગો ગો ગો ગોવિંદા... હતું કે જે સપ્ટેમ્બર-2012માં રિલીઝ થયેલ ઓહ માય ગૉડ ફિલ્મનું હતું. પ્રભુ દેવા અને સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલ આ ગીતમાં સોનાક્ષીએ પહેલી વાર પોતાનું નૃત્ય કૌશલ્ય દાખવ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X