Happy B'day: દીપિકા પાદુકોણની સંપત્તિ જાણીને ચોંકી જશો, પતિ રણવીર સિંહથી પણ વધુ અમીર

દીપિકા પાદુકો આજે પોતાનો 37મો જન્મ દિવસ મનાવી રહી છે. આવો જાણીએ તેની કુલ સંપત્તિ અને નેટવર્થ વિશે.

Deepika Padukone Net Worth: બૉલિવુડની સૌથી ફેવરિટ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. તે હિંદી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની મહેનતથી એક અલગ ઓળખ બનાવી અને ખૂબ પૈસા કમાયા. આજે તેના જન્મદિવસે આવો જાણીએ તેની નેટવર્થ વિશે.

દીપિકાએ કેટલી સંપત્તિ કમાઈ

દીપિકાએ કેટલી સંપત્તિ કમાઈ

દીપિકા પાદુકોણે નામની સાથે ઈન્ડસ્ટ્રીમાં કમાણી પણ ખૂબ કરી છે. રિપોર્ટ્સ મુજબ દીપિકા પાસે પતિ રણવીર સિંહ કરતા પણ વધુ સંપત્તિ છે. ચાલો જાણીએ કે દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે કેટલી ફી લે છે અને તેની પાસે કેટલા કરોડની પ્રોપર્ટી છે.

એક ફિલ્મ માટે વસૂલે છે આટલી ફી

એક ફિલ્મ માટે વસૂલે છે આટલી ફી

રિપોર્ટ્સ મુજબ દીપિકા પાદુકોણ દરેક ફિલ્મ માટે તગડી રકમ લે છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાઈ પેઈડ એક્ટ્રેસમાંથી એક છે. મળતી માહિતી મુજબ દીપિકા એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો સિવાય દીપિકા એડમાંથી પણ ઘણી કમાણી કરે છે.

મુંબઈમાં ઘણા આલીશાન ઘર

મુંબઈમાં ઘણા આલીશાન ઘર

રિપોર્ટ્સ મુજબ દીપિકા પાદુકોણ બ્રાન્ડની જાહેરાત માટે 7થી 10 કરોડ રૂપિયાની ફી લે છે. આ ઉપરાંત, તે સોશિયલ મીડિયા દ્વારા એંડોર્સમેન્ટ માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય દીપિકા પાદુકોણ પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે જેની કિંમત કરોડોમાં છે.

કિંમત જાણીને ચોંકી જશો

કિંમત જાણીને ચોંકી જશો

દીપિકા પાદુકોણનુ મુંબઈમાં પોતાનુ આલીશાન ઘર છે. જેની કુલ કિંમત 16 કરોડ રૂપિયા હોવાનુ કહેવાય છે. આ સિવાય તેણે હાલમાં જ પતિ રણવીર સિંહ સાથે બીજુ આલીશાન ઘર ખરીદ્યુ છે. જેની કુલ કિંમત 21 કરોડ છે. આ સાથે દીપિકાને લક્ઝરી વાહનોનો પણ શોખ છે.

આ લક્ઝરી ગાડીઓની માલિક

આ લક્ઝરી ગાડીઓની માલિક

દીપિકાના કાર કલેક્શનમાં મર્સિડીઝ મેબેક, ઑડી એ8, ઑડી ક્યૂ7 અને બીએમડબલ્યુ 5 જેવી ઘણી મોંઘી બ્રાન્ડની કાર સામેલ છે. જેની કિંમત કરોડોમાં છે. મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ દીપિકા બૉલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જેની નેટવર્થ 300 કરોડથી વધુ છે. અભિનેત્રીની એક મહિનાની કમાણી લગભગ 2 કરોડ છે, એટલે કે આખા વર્ષની કમાણી લગભગ 24 કરોડ છે.

પતિ રણવીર સિંહ કરતા ઘણી વધુ અમીર

પતિ રણવીર સિંહ કરતા ઘણી વધુ અમીર

દીપિકાની નેટવર્થ પતિ રણવીર સિંહ કરતા ઘણી વધારે છે એવુ કહેવાય છે. દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 300 કરોડની આસપાસ છે. તો બીજી તરફ રણવીર સિંહની કુલ સંપત્તિ 271 કરોડની આસપાસ હોવાનુ કહેવાય છે. દીપિકા અને રણવીરે આજે જે પણ મેળવ્યુ છે તે પોતાના દમ પર મેળવ્યુ છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની મજબૂત ફેન ફોલોઈંગ છે. આજે દરેક વ્યક્તિ અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X