Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Akshay Kumar Birthday: અક્ષયને સમલૈંગિક સમજતી હતી સાસુ ડિમ્પલ કાપડિયા, રસપ્રદ છે એક્ટરની લવ સ્ટોરી

આજે અભિનેતા અક્ષય કુમાર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો, અક્ષય અને ટ્વિંકલની લવ સ્ટોરી વિશે વાત કરીએ.

મુંબઈઃ બૉલિવુડ એક્ટર અક્ષય કુમાર ફેન્સનો ફેવરિટ છે. અભિનેતા અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના પણ લોકોની ફેવરિટ કપલ્સની યાદીમાં સામેલ છે. બંનેના લગ્ન પણ ચાહકો માટે એક ઉદાહરણ છે. આ કપલના લગ્નને લગભગ 21 વર્ષ વીતી ગયા છે અને આજે પણ આ કપલ ચાહકોને કપલ ગોલ આપવામાં પાછળ નથી. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની જોડી ખૂબ જ પ્રેમાળ છે. આજે અભિનેતા અક્ષય કુમાર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો, અક્ષય અને ટ્વિંકલની લવ સ્ટોરી વિશે વાત કરીએ.

ટ્વિંકલ સાથે લગ્ન કરવા માંગતા હતા અક્ષય

ટ્વિંકલ સાથે લગ્ન કરવા માંગતા હતા અક્ષય

આ તે દિવસોની વાત છે જ્યારે અક્ષય કુમાર ટ્વિંકલ ખન્નાને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ટ્વિંકલ અને તેની માતા બંનેએ અક્ષય કુમાર સામે કેટલીક મોટી શરતો મૂકી.

ટ્વિંકલને પ્રેમ કરવા લાગ્યો હતો અક્ષય

ટ્વિંકલને પ્રેમ કરવા લાગ્યો હતો અક્ષય

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પહેલીવાર ફિલ્મફેરના ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા. જ્યારે અક્ષય ટ્વિંકલને ખૂબ જ પસંદ કરવા લાગ્યો અને લગ્નની વાત કરી તો ટ્વિંકલ ખન્નાએ તેની સામે એક મુશ્કેલ શરત મૂકી.

ટ્વિંકલે રાખી આ શરત

ટ્વિંકલે રાખી આ શરત

વાસ્તવમાં શરત એવી હતી કે જો ટ્વિંકલની મેલા ફિલ્મ ફ્લોપ થશે તો તે અક્ષય સાથે લગ્ન કરશે. દીકરી સિવાય અક્ષયની સાસુએ પણ તેની સામે એક શરત મૂકી. શરત એ હતી કે લગ્ન પહેલા તે ટ્વિંકલ સાથે લિવ-ઈનમાં રહે.

અક્ષયને સમલૈંગિક સમજતી હતી ડિમ્પલ

અક્ષયને સમલૈંગિક સમજતી હતી ડિમ્પલ

સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે અક્ષય અભિનેત્રીનો હાથ માંગવા તેના ઘરે ગયો ત્યારે ડિમ્પલ કાપડિયાએ વિચાર્યુ હતુ કે તે ગે છે અને આ રીતે તેની પુત્રીની જીંદગી બગડી શકે છે.

ફ્લોપ થઈ 'મેલા' ફિલ્મ

ફ્લોપ થઈ 'મેલા' ફિલ્મ

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે લગ્ન માટે ટ્વિંકલની શરત જીતી લીધી હતી. ટ્વિંકલની ફિલ્મ ''મેલા' ફ્લોપ થઈ અને તેણે એક્ટર સાથે લગ્ન કરી લીધા. એટલુ જ નહિ અભિનેત્રીએ લગ્ન બાદ ફિલ્મોથી પણ અંતર કરી લીધુ.

અક્ષયનુ વર્કફ્રંટ

અક્ષયનુ વર્કફ્રંટ

અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ ત, અભિનેતા છેલ્લી ફિલ્મ કથપુતલીમાં જોવા મળ્યો હતો. અગાઉ અક્ષયની ફિલ્મ 'રક્ષાબંધન' અને 'સમ્રાટ પૃથ્વીરાજ' બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X