• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy B'day : કૉક્રોચને જોઈ વગર કપડે ભાગી ‘સોનિયા’

|

મુંબઈ, 28 નવેમ્બર : કૉક્રોચને જોઈ કોઈ એટલુ બધુ ગભરાઈ શકે કે વગર કપડે ઊભી પૂંછડીએ ભાગવું પડે? બીજા બધાની તો ખબર નથી, પણ ‘સોનિયા' તો કૉક્રોચને જોઈ સાચે જ એટલી બી ગઈ કે તે પોતાના કપડા પહેર્યા વગર ભાગી હતી.

જો જો રખે ચૂકતા હોં... આ સોનિયા તો છે ઝન્નત 2 ફિલ્મની. યાદ આવ્યું કે કેમ? નહીં આવ્યું હોય, તો અમે અપાવી દઇએ. અમે વાત કરીએ છીએ એશા ગુપ્તાની કે જેમણે ઝન્નત 2 ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. એશા ગુપ્તા અને તેમની આ વાત આજે એટલા માટે સાંભરી આવી, કારણ કે આજે તેમનો 28મો જન્મ દિવસ છે. એશા ગુપ્તા એક મૉડેલ હતાં અને પછી તેઓ બૉલીવુડમાં આવ્યાં. તેમણે 2007માં મિસ ઇન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યો હતો.

બૉલીવુડમાં ભટ્ટ કૅમ્પ અને ઇમરાન હાશમી સાથે ઝન્નત 2 ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર એશા ગુપ્તાએ તેઝ, રાઝ 3, ચક્રવ્યૂહ બાદ તાજેતરમાં જ રિલીઝ થયેલી ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં ઇમરાન ખાન સાથે આયટમ સૉંગ પણ કર્યુ હતું. એશા ગુપ્તાએ તાજેતરમાં જ એક ખુલાસો કર્યો હતો કે રાઝ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની સામે કૉક્રોચ આવી ગયો. તેને જોઈ તેઓ એટલા બધા ગભરાઈ ગયાં કે તેમણે પોતાના તમામ કપડા ઉતારી દીધાં. જોકે પછીથી તેમણે ખુલાસો કર્યો કે તેઓ સાચે જ કૉક્રોચથી આટલા બધા નથી ગભરાતાં, પણ આ તો રાઝ 3 ફિલ્મનું એક દૃશ્ય હતું.

આવો હાલ તો આપણે એશા ગુપ્તાની અત્યાર સુધીની સફર અંગે વાત કરીએ અને જાણીએ કેટલીક રસપ્રદ બાબતો :

મિસ ફોટોજેનિક

મિસ ફોટોજેનિક

એશા ગુપ્તાએ મૉડેલિંગ સાથે પોતાનું કૅરિયર શરૂ કર્યું. 2007માં તેમણે સૌપ્રથમ ફેમીના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો અને મિસ ફોટોજેનિકનો ખિતાબ પોતાના નામે કર્યો.

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

મિસ ફોટોજેનિકનો ખિતાબ હાસલ કર્યા બાદ 2010માં એશા ગુપ્તાને કિંગફિશરના કૅલેંડર માટે મૉડેલ બનવાની તક મળી

બૉલીવુડમાં એન્ટ્રી

બૉલીવુડમાં એન્ટ્રી

2012માં એશા ગુપ્તાને મહેશ ભટ્ટની ફિલ્મ જન્નતની સિક્વલ જન્નત 2માં કામ કરવાની તક મળી. તેમની સાથે ઇમરાન હાશમી હતાં. આ ફિલ્મ જોયા બાદ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે એશા ગુપ્તા આપને પોતાના ચાર્મથી આકર્ષશે. પોતાનું પાત્ર તેમણે સારી રીતે ભજવ્યું છે.

રાઝ 3ડી

રાઝ 3ડી

જન્નત 2 બાદ મહેશ ભટ્ટની જ ફિલ્મ રાઝની સિક્વલ રાઝ 3ડીમાં એશા ગુપ્તા નજરે પડ્યાં. આ ફિલ્મમાં પણ એશા સાથે મરાન મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે બિપાશા સામે તેની એક્ટિંગ ફીકી રહી, પરંતુ લોકોએ તેના વખાણ કર્યાં

ચક્રવ્યૂહ

ચક્રવ્યૂહ

તે પછી વિશેષ ફિલ્મ્સથી સિવાયની એશા ગુપ્તાની ચક્રવ્યૂહ રિલીઝ થઈ. તેમાં તેમની સાથે અર્જુન રામપાલ અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં હતાં. પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મમાં એશાએ પોલીસ ઇંસ્પેક્ટરનો રોલ કર્યો.

વિશેષ ફિલ્મ્સ સાથે છેલ્લી ફિલ્મ

વિશેષ ફિલ્મ્સ સાથે છેલ્લી ફિલ્મ

એશા ગુપ્તાએ વિશેષ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે અને હવે ટુંકમાં જ તેમની વિશેષ ફિલ્મ્સ સાથે ત્રીજી અને છેલ્લી ફિલ્મ પણ રિલીઝ થશે.

પત્રકાર બનવાની ચાહત

પત્રકાર બનવાની ચાહત

એશા ગુપ્તા શરુઆતમાં પત્રકારત્વમાં પોતાનું કૅરિયર બનાવવા માંગતા હતાં. ફેમિના મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલાં એશા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરતા હતાં.

રેખા-શ્રીદેવીના ફૅન

રેખા-શ્રીદેવીના ફૅન

એશા ગુપ્તા રેખા અને શ્રીદેવીના ફૅન છે. તમનું કહેવું છે કે આ બંને અભિનેત્રીઓએ બૉલીવુડમાં લીકથી હટીને કામ કર્યું છે. એશા પણ એવું જ કઈંક કરવા માંગે છે.

હૉટ ફિલ્મો માટે જ છું

હૉટ ફિલ્મો માટે જ છું

એશા ગુપ્તાનું માનવું છે કે તે સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બની છે. તાજેતરમાં જ ઈશાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તે હંમેશા ભટ્ટ કેમ્પ સાથે કામ કરવા માંગે છે. બસ ભટ્ટ કેમ્પ તરફથી સારી ઑફરો મળતી રહેવી જોઇએ.

બિપાશા બાસુ જેવા એશા

બિપાશા બાસુ જેવા એશા

બિપાશા બાસુની જેમ જ ઈશા ગુપ્તાનો લુક પણ ડસ્કી તેમજ સેક્સી છે અને કોઈ એક્ટ્રેસના સૌંદર્યને ભટ્ટ કેમ્પ કરતાં વધુ સારી રીતે કોણ નિખારી શકે?

એક્શન રોલની પણ ઇચ્છા

એક્શન રોલની પણ ઇચ્છા

એશા ગુપ્તાએ તાજેતરમાં એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી કે તેઓ ફિલ્મોમાં એક્શન રોલ પણ કરવા માંગે છે.

કરીના-કૅટ-દીપિકાના પગલે

કરીના-કૅટ-દીપિકાના પગલે

એમ પણ હાલ બૉલીવુડમાં દરેક ટૉપની અભિનેત્રી કરીના કપૂરથી લઈ કૅટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા તમામ એક્શન ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવી ચુકી છે.

પાછળ તો નહીં રહી જાય?

પાછળ તો નહીં રહી જાય?

કદાચ હવે એશા પણ ઇચ્છે છે કે ક્યાંક તેઓ આ હીરોઇનોથી પાછળ ના રહી જાય. તો તેઓ પણ હવે ઇચ્છે છે એક્શન ફિલ્મોમાં જાદુ ચલાવવાનું.

ઇમેજ બદલવાની કોશિશ

ઇમેજ બદલવાની કોશિશ

કદાચ પોતાની સેક્સી ઈમેજથી એશા હવે કંટાળી ગઈ છે અને એટલે જ કઈંક નવું કરવા માંગે છે.

જીટીપીએમમાં લટકા

જીટીપીએમમાં લટકા

એશા ગુપ્તાની છેલ્લી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં તાજેતરમાં જ રિલીઝ થઈ હતી કે જેમાં તેઓએ એક આયટમ સૉંગમાં લટકા-ઝટકા દાખવ્યા હતાં.

English summary
Esha Gupta turns 28 today. Esha scene last time with imran khan in Gori tere pyaa mein. She want to do action movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more