Happy birthday : મોસ્ટ એજેડ બૅચલર બનતો જાય છે દબંગ

મુંબઈ, 27 ડિસેમ્બર : ગુજરાતીમાં એક કહેવાત છે લગ્ને-લગ્ને કુંવારો, પણ બૉલીવુડના દબંગની બાબતમાં એમ કહી શકાય કે જન્મ દિવસે-જન્મ દિવસે કુંવારો... મૈંને પ્યાર કિયા ફિલ્મથી લઈ દબંગ 2 સુધી બૉલીવુડમાં છવાઈ જનાર સલમાન ખાનનો આજે જન્મ દિવસ છે. પૂરા 48 વર્ષના થઈ ગયાં છે સલમાન ખાન. સલમાનનો જન્મ દિવસ માત્ર તેમની ફિલ્મોના દીવાનાઓ માટે જ કે તેમના ફૅન્સ માટે જ નહીં, પણ તેવા લોકો માટે પણ ખાસ છે કે જેમને સલમાનની સ્વૈચ્છિક સંસ્થા બીંગ હ્યૂમન તરફથી સહાય મળી, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન અને તેમના જન્મ દિવસે એક જ ચર્ચા ઉડી-ઉડીને આંખે વળગે છે કે તેઓ લગ્ન ક્યારે કરશે?

અત્યાર સુધી બૉલીવુડના મોસ્ટ બૅચલર અભિનેતાઓ કે અભિનેત્રીઓની વાત કરતી વખતે સૌથી આગળ સલમાન ખાનનું નામ જ ઉપસી આવે છે, પરંતુ જેમ-જેમ સમય પસાર થતો જાય છે, તેમ-તેમ સલમાન ખાનની ઉંમર વધતી જાય છે. હવે તેઓ 48 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં હવે સલમાન ખાન માટે મોસ્ટ બૅચલરના સ્થાને મોસ્ટ એજેડ બૅચલર ટૅગ લાઇન વપરાવવા લાગે, તો નવાઈ નથી.

સલમાન ખાને જોકે બૉલીવુડ કૅરિયર રેખા અને ફારુખ શેખ અભિનીત બીવી હો તો ઐસી ફિલ્મ દ્વારા કર્યુ હતું, પરંતુ તેમની પ્રથમ હિટ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા હતી. ત્યારથી લઈ દબંગ 2 સુધી સલમાન ખાને બૉલીવુડમાં ડંકો વગાડી દીધો, પરંતુ બાજુ સલમાન ખાન માટે વર્ષ 2013 કંઈ ખાસ પણ ન રહ્યું. એક બાજુ તેમના ગર્લફ્રેન્ડ મનાતા કૅટરીના કૈફ તેમનાથી દૂર થઈ રણબીર કપૂરની નજીક આવી ગયાં છે, તો બીજા બાજુ આ વર્ષે તેમની એકેય ફિલ્મ રિલીઝ ન થઈ શકી. ગત વર્ષે દબંગ 2 જેવી ફિલ્મ આપનાર સલમાન ખાનનું આ વર્ષ ફિલ્મની બાબતમાં ખાલી જ રહ્યું છે. જોકે આવતા વર્ષે તેમની હોમ પ્રોડક્શનની ફિલ્મ જય હો આવવાની છે.

ચાલો સલમાન ખાનના જન્મ દિવસની પાર્ટીની તસવીરો જોઇએ :

મૈંને પ્યાર કિયાથી દબંગ 2

મૈંને પ્યાર કિયાથી દબંગ 2

સલમાન ખાને બૉલીવુડ કૅરિયર તો બીવી હો તો ઐસી ફિલ્મ દ્વારા કર્યુ હતું, પરંતુ તેઓ રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં છવાઈ ગયા હતાં અને વર્ષ 2012માં આવેલી દબંગ 2 તેમની છેલ્લી ફિલ્મ હતી.

કુશાલ-સોનાક્ષી

કુશાલ-સોનાક્ષી

સલમાન ખાન માટે વર્ષ 2013 કોરૂ રહ્યું. આ વર્ષે તેમની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ. ગઈકાલે સલમાનના જન્મ દિવસની ઉજવણીમાં બિગ બૉસના સ્પર્ધક રહી ચુકેલા કુશાલ ટંડન અને દબંગના અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાજર રહ્યા હતાં.

સલમાન-આરતી

સલમાન-આરતી

જન્મ દિવસની પાર્ટીમાં આરતી છાબરિયા સાથે સલમાન.

સલમાન-ગિરીશ

સલમાન-ગિરીશ

જન્મ દિવસની પાર્ટીમાં ગિરીશ કુમાર સાથે સલમાન ખાન.

સુનિધિ-સલમાન

સુનિધિ-સલમાન

જાણીતા પાર્શ્વ ગાયિકા સુનિધિ ચૌહાણે પણ સલમાનના જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X