ઇન આંખોં કી મસ્તી કે મસ્તાને હજારોં હૈં...

મુંબઈ, 10 ઑક્ટોબર : મદસ્ત અદાકારા અને સદાબહાર અભિનેત્રી તેમજ સાંસદ રેખા ગણેશને આજે પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કર્યાં છે. માથેથી પગ સુધી સુંદરનાં પ્રતિમૂર્તિ રેખાના ચાહકોની સંખ્યા આજે પણ લાખોમાં છે. લાગે છે ક ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ...ઇન આઁખોં કી મસ્તી કે, મસ્તાને હજારોં હૈં... માત્ર તેમને જ ધ્યાને રાખી લખાયું છે. એક બહેતર અભિનેત્રી, સુંદર કલાકાર અને બહેતરીન ડાંસર રેખા જેવું આજે પણ બૉલીવુડમાં કોઈ નથી.

Rekha In Umrao Jaan

બહુમુખી પ્રતિભા સમ્પન્ન રેખાએ વર્ષ 1966માં એક તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી અને પછી 1970માં તેમણે સાવન ભાદો ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં પગલું મુક્યું. પછી તો તેમની સફળતાનો એવો દોર શરૂ થયો કે જે કોઈનાથી છુપાયેલું નથી. આજે પણ રેખાના હુશ્નમાં લોકો કશિશ અનુભવે છે.

ત્રણ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ પ્રાપ્ત કરી ચુકેલ રેખાની આગળ મોટા ગજાના હીરો પણ પાણી જ ભરે છે. તેનો અંદાજો આપ આ જ વાતે લગાવી શકો છો કે વર્ષ 1981ના ઉમરાવ જાને અક્ષય કુમારના અભિનેત્રી બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ પોતાના નામે કર્યો. એવું આજની અભિનેત્રીઓ માટે કરવું બહુ જ કપરૂં છે. તેની પાછળ કારણ માત્ર એટલું જ છે કે સંયમિત દિનચર્યાને પગલે રેખાએ પોતાની ઉંમર પણ બાંધી રાખી છે.

બેહદ હુશ્ન અને કામણગારી અદાઓ ધરાવતાં રેખા આજે પણ ફિલ્મોમાં ઘણાં સક્રિય છે. રેખા આજે પણ હાલની અભિનેત્રીઓ કરતાં ઘણાં સુંદર અને યુવાન છે. એટલે જ તો આજના હીરો પણ તેમની સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે.

આપણે પણ દુઆ કરીએ કે સૌંદર્ય અને અભિનયના જીવતી-જાગતી તસવીર રેખા એમ જ હસતાં અને ખિલખિલાતાં રહે. તેઓ ખુશ રહે, આબાદ રહે અને સફળતાની ટોચ આમ જ આગળ વધતાં રહે... હૅપ્પી બર્થ ડે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X