Hasee Toh Phasee Review : મીતા-નિખિલની પાણી જેવી કેમેસ્ટ્રી!

મુંબઈ, 7 ફેબ્રુઆરી : પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ હસી તો ફસી આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને બૉક્સ ઑફિસે કેવો પ્રતિસાદ મળે છે, તે જાણવા પરિણીતી-સિદ્ધાર્થ બંને જ બહુ ઉત્સુક છે. પરિણીતી અને સિદ્ધાર્થ તો પોતાની ફિલ્મ અંગે પ્રત્યાઘાત જાણવા માટે પેડ શો દરમિયાન પણ દર્શકો સાથે અને પોતાના ફૅન્સ સાથે મુલાકાત કરવા રાત્રે સિનેમા હૉલ પહોંચી ગયા હતાં.

હસી તો ફસી ફિલ્મમાં પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલી વાર સાથે નજરે પડી રહ્યા છે અને ફિલ્મમાં બંને જ બહેતરીન દેખાય છે, પરંતુ જો જોડી તરીકેની વાત કરીએ, તો પરિણીતી-સિદ્ધાર્થ વચ્ચે લવિંગ કેમેસ્ટ્રી જોવા નથી મળી. જોકે ફિલ્મમાં બંનેના પાત્રો વચ્ચેની કેમેસ્ટ્રીને H2O એટલે કે પાણી જેવી કેમેસ્ટ્રી કહેવવામાં આવી છે. ફિલ્મની વાર્તા પણ એટલી સ્લો છે કે ફર્સ્ટ હાફે તો દર્શકોને ખરાબ રીતે બોર કરી નાંખ્યું. જોકે સેકેંડ હાફમાં કેટલાંક ઇંટરેસ્ટિંગ ટ્વિટ્સ ઉમેરી ફિલ્મને બહેતરીન બનાવવાની કોશિશ કરવામાં આવી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ ફિલ્મની વાર્તા :

મીતા-નિખિલની વાર્તા

મીતા-નિખિલની વાર્તા

હસી તો ફસી ફિલ્મની વાર્તા મીતા (પરિણીતી) અને નિખિલ (સિદ્ધાર્થ)ની વાર્તા છે.

મીતાની બહેન સાથે નિખિલના લગ્ન

મીતાની બહેન સાથે નિખિલના લગ્ન

મીતાની બહેન અદા શર્મા સાથે નિખિલના લગ્ન નક્કી થયા હોય છે.

બિઝનેસમૅન નિખિલ

બિઝનેસમૅન નિખિલ

મીતાના પિતા એક બહુ મોટા બિઝનેસમૅન છે અને નિખિલ પણ એક બિઝનેસમૅન છે.

નિખિલ-મીતાની મુલાકાત

નિખિલ-મીતાની મુલાકાત

લગ્નની તૈયારીઓ વચ્ચે એક દિવસ અદા શર્મા મીતાની મુલાકાત નિખિલ સાથે કરાવે છે.

બહેન તરીકે નહીં

બહેન તરીકે નહીં

અદા શર્મા મીતાને સંબંધી બતાવી નિખિલ સાથે મુલાકાત કરાવે છે, કારણ કે મીતા પોતાની મોટી બહેનના લગ્ન વખતે કરોડો રુપિયા ચોરી ભાગી ગઈ હતી.

પિતાને હૃદય રોગનો હુમલો

પિતાને હૃદય રોગનો હુમલો

મીતા ભાગી જવાના આઘાતમાં તેના પિતાને હૃદય રોગનો હુમલો થાય છે. જોકે માંડ માંડ તેમન જાન બચી જાય છે.

પરિવારની નફરત

પરિવારની નફરત

મીતાના આ પગલાના કારણે તેનો આખો પરિવાર તેનાથી નફરત કરે છે. જોકે પિતા આજે પણ તેને પ્રેમ કરે છે.

શાર્પ માઇંડેડ મીતા

શાર્પ માઇંડેડ મીતા

મીતા ખૂબ જ શાર્પ માઇંડેડ છોકરી છે કે જે સાઇંટિસ્ટની જેમ વિચારે છે. તે પોતાની જુદી જ દુનિયામાં રહે છે અને લોકોને લાગે છે કે તે ડ્રગ્સ લેવા લાગી છે.

અને નિખિલને પ્રેમ થાય છે

અને નિખિલને પ્રેમ થાય છે

બીજી બાજુ નિખિલ મીતા સાથેની મુલાકાત અને તેની સાથે સમય પસાર કર્યા બાદ તેને નજીકથી સમજવા લાગે છે અને તેને તેની સાથે પ્રેમ થઈ જાય છે.

બ્રેક-અપથી ડરે છે નિખિલ

બ્રેક-અપથી ડરે છે નિખિલ

નિખિલ બ્રેક-અપથી બહુ ગભરાય છે. તેથી તે મીતાથી જુદો થઈ તેની બહેન સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે.

ફરી ભાગવાની તૈયારી

ફરી ભાગવાની તૈયારી

પરંતુ મીતા પોતાના પ્રેમના કારણે ફરી એક વાર ઘરેથી ભાગવાની તૈયારી કરે છે.

સસ્પેંસ

સસ્પેંસ

હવે મીતા ઘરેથી બીજી વાર ભાગે છે? નિખિલ મીતાને અપનાવે છે? અદાનું શું થાય છે? તમામ સવાલોના જવાબ જાણવા પહોંચી જાવ થિયેટર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X