હાઇકોર્ટે ડિમ્પલને આપી રાહત, અનીતાને પૂછ્યા પ્રશ્નો

અનીતા આડવાણીની ફરિયાદને આધારે બાંદ્રા કોર્ટે ખન્ના ફેમિલીને 4 ડિસેમ્બર કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. આ સામે ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારે અરજી કરી હતી. કોર્ટે તેમને રાહત આપતા કાર્યવાહી 4 ડિસેમ્બરને બદલે 17 ડિસેમ્બરે ખસેડી છે.
બીજી તરફ કોર્ટે અનીતા અડવાણીને પ્રશ્ન કર્યો છે કે તેમણે ફરિયાદમાં પોતાનું નામ અનીતા રોડ્રિક્સ શા માટે લખાવ્યું છે? હાલ આ મુદ્દે અનીતા અડવાણીએ કોઇ જવાબ આપ્યો નથી. હવે સૌ કોઇને તેમની પ્રતિક્રિયાની ઇંતેજારી છે. જો તેઓ એમ સ્વીકારે કે તેમણે કોઇ અન્ય સાથે લગ્ન કરીને અટક બદલી છે તો તેમનો લિવ ઇન રિલેશનને કેસ મૂળમાંથી ઉડી જાય એમ છે.
અનીતાએ કાકાના અવસાન બાદથી જ કાકાની મિલ્કત અને પોતાના હકની લડાઈ શરૂ કરી દીધી. સૌપ્રથમ તો અનીતાએ જણાવ્યું કે તેમને આશીર્વાદ બંગલામાંથી પરાણે હાંકી કઢાયાં. પછી તેમણે એમ પણ જણાવ્યું કે અક્ષય કુમારે તેમને કાકાની અંતિમ યાત્રામાં શામેલ થવા ન દીધાં.












Click it and Unblock the Notifications
