પતિ ધર્મેન્દ્રની જેમ હેમા માલિની પણ ફિલ્મોમાં કરી શકે છે લિપ લૉક, કહ્યુ - આવો સીન જરુર કરશે...
Hema Malini: બૉલિવુડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ 'રૉકી એન્ડ રાની કી પ્રેમ કહાની'એ લોકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી છે અને બૉક્સ ઑફિસ પર પણ ઘણી કમાણી કરી છે. આ ફિલ્મમાં બૉલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટ્રેસ રણવીર સિંહની જોડીએ ધમાલ મચાવી હતી.
જો કે, ફિલ્મમાં ધર્મેન્દ્ર અને એક્ટ્રેસ શબાના આઝમીના કિસિંગ સીન ચર્ચામાં આવ્યા હતા. તેમના લિપ લૉકની ચર્ચા દરેક જગ્યાએ થઈ હતી. આ લિપ લૉક અંગે હવે ધર્મેન્દ્રની પત્ની અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું છે કે જો સ્ક્રિપ્ટની માંગ હશે તો તે તેના પતિની જેમ મોટા પડદા પર આવા સીન ચોક્કસ કરશે.

તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પછી 87 વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં અભિનેત્રી શબાના આઝમી સાથે મોટા પડદા પર લિપ-કિસ કરી હતી, જેણે લોકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા. તે જ સમયે, ધર્મેન્દ્રની પત્ની અભિનેત્રી હેમા માલિનીએ India.comને આપેલા ઇન્ટરવ્યુમાં લિપ કિસને લઈને મોટું નિવેદન આપ્યું છે.
જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે શું તે તેના પતિ ધર્મેન્દ્ર અને તેની સહ-અભિનેત્રી શબાના આઝમીની જેમ ઓનસ્ક્રીન ચુંબન કરવા માટે કમ્ફર્ટેબલ હશે, તો તેણે હકારમાં જવાબ આપ્યો - ક્યૂં નહીં કરેંગે, બિલકુલ કરેંગે. હેમા માલિનીએ આગળ કહ્યું- જો તે સારુ છે અને તે ફિલ્મ સાથે સંબંધિત છે, તો કદાચ હું કરી શકું. ફિલ્મ ડિમાન્ડ પર બની શકે છે. તેણે એમ પણ કહ્યું કે તેણે હજુ કરણ જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' જોઈ નથી.
થોડા અઠવાડિયા પહેલા, જ્યારે હેમા માલિનીને પતિ ધર્મેન્દ્રના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું- મને ખાતરી છે કે લોકોને ફિલ્મ પસંદ આવી હશે. હું ધરમજી માટે ખૂબ જ ખુશ છું કારણ કે તેમને પૂરા સમય કેમેરાની સામે રહેવાનું પસંદ છે. તેમને કેમેરામાં રહેવાનું પસંદ છે. તમને જણાવી દઈએ કે હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન વર્ષ 1980માં થયા હતા. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. તેમને બે દીકરીઓ છે - એશા દેઓલ અને આહાના દેઓલ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
