વિવેક મોરાનીના મતે ઇમ્પ્રેસિવ નથી હીરોઇન
મુંબઈ, 22 સપ્ટેમ્બર : મધુર ભંડારકરની ફિલ્મ હીરોઇન ઇમ્પ્રેસિવ નથી, પણ નબળી છે. એમ કહેવું છે ફિલ્મ સમીક્ષક વિવેક મોરાનીનું.

વિવેકે સહારા સમય સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ હીરોઇનમાં બધુ બહુ જ સારું છે, માત્ર વાર્તાને છોડીને. મધુરની ફિલ્મ હીરોઇન પાસેથી લોકોએ ઘણી આશાઓ સેવી લધી હતી. કદાચ તેથી જ લોકોને તે બહુ વધારે પ્રભાવિત ન કરી શકી. ફિલ્મની પટકથા બહુ જ નબળી છે, જેથી કરીનાનો પ્રભાવશાલી અભિનય પણ ફિલ્મને નહીં બચાવી શકશે.
વિવેક મોરાનીએ જણાવ્યુ હતું કે કરીના કપૂર માટે ફિલ્મમાં કરવા માટે ઘણુ બધુ હતું, પણ નબળી સ્ક્રિપ્ટને ભરોસે તેઓ શું કમાલ દાખવી શકે? તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હીરોઇનમાં કઈં પણ નવું નથી.
આપને જણાવી દઇએ કે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ હીરોઇનને શાનદાર ઓપનિંગ મળી નથી. ફિલ્મ પ્રત્યે મિશ્ર પ્રત્યાઘાત પડ્યાં છે. ફિલ્મના જોરદાર પ્રમોશન પછી પણ ફિલ્મ પહેલાં દિવસે વધુમાં વધુ લોકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે.
ફિલ્મમાં કરીના સાથે અર્જુન રામપાલ અને રણદીપ હુડા પણ છે, પરંતુ મેકિંગ ઑફ હીરોઇનમાં બંને સિતારાઓને કોઈ ખાસ મહત્વ અપાયું નથી. દરેક જગ્યાએ માત્ર મધુર અને કરીના જ દેખાયા, જે ફિલ્મની મંદ ઝડપ માટેનું કારણ રહ્યું. ખેર હવે હીરોઇન હિટ છે કે ફ્લૉપ, તે તો આગામી બે દિવસોમાં ખબર પડી જશે, જ્યારે બૉક્સ ઑફિસ કલેક્શન સામે આવશે.












Click it and Unblock the Notifications
