ઐશ્વર્યા સાથે સરખામણી ન કરી શકું - કરીના

Aishwarya-Kareena
મુંબઈ, 21 સપ્ટેમ્બર : સૌને ખબર છે કે કરીના કપૂર જ ફિલ્મ હીરોઇન માટે મધુર ભંડારકરની પ્રથમ પસંદગી હતી, પણ કરીનાએ પહેલા સમયના અભાવે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. કરીનાના ઇનકાર પછી મધુરે ઐશ્વર્યા રાયને આ ફિલ્મ માટે સાઇન કરવાનું વિચાર્યું, પણ ઐશ્વર્યા ગર્ભવતી હતાં. તેથી તેમણે પણ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો. ફાઇનલી મધુરે ફરી એક વાર કરીનાને એપ્રોચ કરી તથા આખરે કરીનાએ ફિલ્મ માટે હા કરી દીધી.

હવે જ્યારે હીરોઇન રિલીઝ થઈ ચુકી છે, ત્યારે કરીનાને ઐશ્વર્યા અને પોતાની વચ્ચે સરખામણી માટે કહેવામાં આવ્યું, તો કરીનાનો જવાબ હતો કે ઐશ્વર્યા આઇકૉન છે અને તેની સાથે તે પોતાની સરખામણી ન કરી શકે.

તાજેતરમાં જ એક સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન કરીનાએ જણાવ્યું, ‘ઐશ એક આઇકૉન છે. તે સૌંદર્યનો દીવો છે. જો તેમણે આ ફિલ્મ કરી હોત, તો બિલ્કુલ અલગ રીતે જ કરી હોત અને મેં આ ફિલ્મ અલગ રીતે કરી છે. મને નથી લાગતું કે હું તેમની સાથે કોઈ પણ પ્રકારની સરખામણી કરી શકું.'

પોતાની ફિલ્મ હીરોઇન અંગે કરીનાએ જણાવ્યુ હતું, ‘માહીનું પાત્ર મારા દ્વારા ભજવાયેલ અત્યાર સુધીના બધા પાત્રો કરતાં મુશ્કેલ હતું. માહી એકદમ અનેલેંસ્ડ છે અને તેનું પાત્ર પૉઝિટિવ તેમજ નેગેટિવ બંને છે. પણ અસલી જીવનમાં હું ઘણી જ બેલેંસ્ડ છું. મને ખબર છે કે હું પોતાના કરિયર અને પોતાના અંગત જીવનમાં શું ઇચ્છુ છું.'

હાલ કરીનાની ફિલ્મ હીરોઇન રિલીઝ થઈ ચુકી છે અને સૌને ઇંતેજાર છે કે ક્યારે બૉક્સ ઑફિસ રિપોર્ટ આવે અને જણાવે કે આખરે કરીનાની આ ફિલ્મ તેને નેશનલ એવૉર્ડની નજીક પહોંચાડે છે કે નહિં. સાથે જ કરીનાનો આજે જન્મ દિવસ પણ છે. આપણાં કરતાં કરીનાને વધુ ઇંતેજાર હશે પોતાના જન્મદિને પોતાની ફિલ્મને મળી રહેલી સફલતાની ઉજવણી કરવાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X