Pics : પોતાને એક્સપોઝ કરવા 20 કિલો હળવા થયાં હિમેશ!

મુંબઈ, 21 જાન્યુઆરી : જાણીતા સંગીત દિગ્દર્શક અને અભિનેતા હિમેશ રેશમિયા પોતાની જાતને એક્સપોઝ કરવા માટે વીસ કિલો હળવા થઈ ગયાં છે... હિમેશ રેશમિયાએ પોતાની આવનાર ફિલ્મ માટે એક નવો જ લુક ધારણ કર્યો છે અને તેના માટે તેમણે પોતાનું વજન વીસ કિલો ઓછુ કર્યું છે.

કજરારે, કર્ઝ તથા આપકા સુરૂર જેવી સુપર ફ્લૉપ ફિલ્મો આપનાર હિમેશ રેશમિયા હવે પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં જોતરાઈ ગયાં છે. ફિલ્મનું નામ છે ધ એક્સપોઝ. આ ફિલ્મ સાથે તેઓ લાંબા સમય બાદ રૂપેરી પડદે નજરે પડનાર છે અને ખાસ બાબત એ છે કે આ ફિલ્મ માટે હિમેશે 20 કિલો વજન ઉતાર્યું છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

નવા લુકમાં હિમેશ

નવા લુકમાં હિમેશ

ધ એક્સપોઝ ફિલ્મ માટે હિમેશ રેશમિયાએ નવો લુક ધારણ કર્યો છે અને તેના માટે તેમણે વીસ કિલો વજન ઉતાર્યું છે.

હિમેશ જ નિર્માતા

હિમેશ જ નિર્માતા

ધ એક્સપોઝ ફિલ્મના નિર્માતા હિમેશ રેશમિયા પોતે જ છે.

નિષ્ફળ હીરો

નિષ્ફળ હીરો

સંગીત ક્ષેત્રમાંથી અભિનય ક્ષેત્રે પગરણ કર્યા બાદ હિમેશને સતત નિષ્ફળતાઓ જ મળી છે. તેમની કજરારે, કર્ઝ અને આપકા સુરૂર જેવી ફિલ્મો સુપર ફ્લૉપ નિવડી હતી.

હાર્યા નહીં

હાર્યા નહીં

અભિનય ક્ષેત્રે નિષ્ફળતા બાદ લોકોને લાગ્યુ હતું કે કદાચ હિમેશ રેશમિયા હવે અભિનયમાં ફરીથી નહીં ઝુકાવે, પરંતુ તેઓ ફરીથી પડદા ઉપર આવવા તૈયાર છે.

હનીનો પણ સાથ

હનીનો પણ સાથ

હિમેશ રેશમિયાની ફિલ્મ ધ એક્સપોઝમાં હની સિંહ પણ સિંગિંગ ક્ષેત્રે સાથ આપી રહ્યાં છે. હિમેશે હની સાથે મળી એક ગીત પણ રેકૉર્ડ કર્યું છે.

મેમાં રિલીઝ

મેમાં રિલીઝ

ધ એક્સપોઝ ફિલ્મ મે 2014માં રિલીઝ થવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X