ભૂમિકા ચાવલાની ઓકાડૂ ફિલ્મની હિન્દી રીમેક બનશે
મુંબઈ, 8 ઑક્ટોબર : દક્ષિણ ભાષાની ફિલ્મોની હિન્દી રીમેક બનવી કોઈ નવી વાત નથી. ઘણી બધી રીમેક ફિલ્મો બની છે અને જોરદાર હિટ પણ થઈ છે. એવી જ એક તેલુગુ ભાષાની સુપર હિટ ફિલ્મ છે ઓકાડૂ કે જેમાં લોકપ્રિય અભિનેત્રી ભૂમિકા ચાવલાએ અભિનય કર્યો હતો. હવે આ જ ફિલ્મની હિન્દી રીમેક બનવાની છે.

આ અગાઉ તામિળ અને કન્નડમાં પણ આ ફિલ્મ બની ચુકી છે. પોતાની આ હિટ ફિલ્મની હિન્દી રીમેક બનવા અંગે ભૂમિકા કહે છે, ‘અગાઉ પણ દક્ષિણની ભાષાઓની ફિલ્મોની હિન્દી રીમેક બની ચુકી છે અને આ તમામ ફિલ્મો દર્શકોએ ખૂબ પસંદ પણ કરી છે, પરંતુ હવે જ્યારે મારી જ ફિલ્મની રીમેક બની રહી છે, તો મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મને પણ ઇન્તેજાર રહેશે આ ફિલ્મનો. હું જોવા માંગુ છું કે મારી એટલે કે સ્વપ્નાની ભૂમિકા કઈ અભિનેત્રી કરે છે.'
દક્ષિણના લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કરી ચુકેલ ભૂમિકા ચાવલા સાથે આ તેલુગુ ફિલ્મ ઓકાડૂ માટે મહેશ બાબૂ તેમજ પ્રશાંત રાજે કામ કર્યુ હતું. આ બંને જ અભિનેતાઓ દક્ષિણના સુપર સ્ટાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
