Pics : સલમાનને સજા થાય, તો ડૂબી જશે 500 કરોડ!

મુંબઈ, 10 મે : શું સલ્લુ મિયા સંજૂ બાબાના માર્ગે જઈ રહ્યાં છે. જે રીતે સંજય દત્તે મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં લાખ પ્રયત્નો છતાં છેવટે જેલ ભેગુ થવું પડ્યું, શું તે જ રીતે સલમાને પણ જેલ જવું પડશે? સંજય દત્ત જેલ જતાં અનેક ફિલ્મોમાં અટવાઈ પડી છે. જોકે સંજયે ચાલુ ફિલ્મોનું પોતાના ભાગનું શૂટિંગ પૂરૂ કરી લીધું હતું. બીજી બાજુ જો સલમાન ખાને પણ જેલ જવુ પડે, તો શું થશે?

સલમાન ખાન સામે હિટ એન્ડ રન કેસની સુનાવણી ફરી એક વાર શું શરૂ થઈ, બૉલીવુડમાં તો હોબાળો મચી ગયો છે. ફિલ્મ નિર્માતાઓ તથા રોકાણકારોને પરસેવા છૂટવા લાગ્યાં છે. અંદરની ખબર ધરાવતા લોકોનું કહેવું છે કે ક્યાંક સલમાન ખાનને સજા થઈ ગઈ, તો ટૉપ બૅનર્સ તથા કેટલીક મોટી કમ્પનીઓના લગભગ 500 કરોડ ડૂબી જશે. સલમાને પોતાની ડેટ્સ મોટા નિર્માતાઓને આપી રાખી છે.

નોંધનીય છે કે 8મી સપ્ટેમ્બર, 2002ના રોજ સલમાન ખાન સામે આરોપ મૂકાયો હતો કે તેમણે બેદરકારીપૂર્વક પોતાની ટોયટા લૅન્ડ ક્રૂઝર વડે બેકરીની બહાર સૂતા લોકોને કચડી નાંખ્યા હતાં. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હતું, જ્યારે ચાર જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતાં. આ કેસની સુનાવણી 2006થી ચાલુ છે. માર્ચ-2014થી તેની સુનાવણી પુનઃ શરૂ થતા સલમાનની મુશ્કેલીઓ વધી ગઈ. તેમાં પણ ત્રણ સાક્ષીઓએ સલમાનની ઓળખ પણ કરી લીધી છે કે જે મુજબ 14 વર્ષ અગાઉ જે ગાડીએ લોકોને કચડ્યા હતાં, તેને ડ્રાઇવ કરનાર સલમાન ખાન જ હતાં અને તે પણ નશામાં.

ચાલો હવે તસવીરો સાથે જોઇએ ને જાણીએ કે કઈ રીતે સલમાન જેલ જતાં ડૂબી જશે 500 કરોડ ?

વ્યસ્ત કલાકાર સલમાન ખાન

વ્યસ્ત કલાકાર સલમાન ખાન

સલમાન ખાન બૉલીવુડના સૌથી વ્યસ્ત કલાકારોમાંના એક ગણાય છે. તેમણે આગામી ફિલ્મો માટે કરોડો રુપિયાની ડીલ કરી છે.

કિક

કિક

સલમાન ખાનની આગામી ફિલ્મોમાં મહત્વની ફિલ્મ છે કિક. સાજિદ નડિયાદવાલાની કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ છે. જો સલમાનને જેલ થાય, તો આ ફિલ્મ લટકી જાય.

નો એન્ટ્રી મેં એન્ટ્રી

નો એન્ટ્રી મેં એન્ટ્રી

સલમાન ખાન બોની કપૂર નિર્મિત અને અનીસ બઝ્મી દિગ્દર્શિત નો એન્ટ્રીની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રીમાં પણ લીડ રોલ કરી રહ્યાં છે. જેલ થતા આ ફિલ્મ અટકી પડે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સલમાન ખાન માટે પોતાના બૉલીવુડ કૅરિયરની સૌથી મહત્વની ફિલ્મ છે પ્રેમ રતન ધન પાયો. રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મનું તાજેતરમાં જ સલમાને શૂટિંગ શરૂ કર્યું છે. પંદર વર્ષ બાદ સલમાન પુનઃ રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કરી રહ્યાં છે.

કબીર ખાનની ફિલ્મ

કબીર ખાનની ફિલ્મ

સલમાન ખાને કબીર ખાનની એક ફિલ્મ પણ સાઇન કરી છે. ફિલ્મનું ટાઇટલ હજી નક્કી નથી થયું, પરંતુ જો સલમાન જેલ જતાં રહે તો કબીર ખાને પણ રોવાના વારા આવી પડે.

તો ડુબી જશે 500 કરોડ

તો ડુબી જશે 500 કરોડ

આમ જો સંજય દત્તની જેમ સલમાનને જેલ થાય, તો બૉલીવુડના 500 કરોડ રુપિયા ડૂબી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X