Pics : પડદા પર ક્યારેય જોવા નહીં મળે આ જોડી!

મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડમાં અનેક જોડીઓ એવી હોય છે કે જે લાંબા સમય સુધી લોકોના હૃદયમાં વસી જાય છે. જેમ કે શાહરુખ ખાન-કાજોલ, અમિતાભ બચ્ચન-રેખા અને સલમાન ખાન-ઐશ્વર્યા રાયની જોડીઓ હતી. જોકે આ જોડીઓની બરાબર તો આજે કોઈ પણ જોડી ન આવી શકે, પરંતુ એક જોડી છે કે જે લોકોને ખૂબ જ ગમી હતી અને આજે પણ લોકો આ જોડીને ફરીથી જોવા માંગે છે. આ જોડીને લોકો હવે મિસ પણ કરી રહ્યાં છે, કારણ કે કદાચ આ જોડી મોટા પડદે ક્યારેય નહિં દેખાય.

આ જોડી છે આપણાં બૉલીવુડના બેબો કરીના કપૂર અને શાહિદ કપૂરની. ફિલ્મ જબ વી મેટની સફળતાને છ વરસ થઈ ચુક્યાં છે અને આજે પણ આ જોડી લોકોને ખૂબ જ ગમે છે. જોકે આ ફિલ્મ બાદ આ જોડીની વધુ એક ફિલ્મો આવી, જે બૉક્સ ઑફિસ ઉપર સફળતા મેળવી શકી નહિં, પરંતુ આમ છતાં જબ વી મેટ ફિલ્મે જ આ જોડીને કાયમ માટે યાદગાર બનાવી દીધી છે.

શાહિદ કપૂર તથા કરીના કપૂરના રોમાંસની ચર્ચા પણ લાંબા સમય સુધી ચાલી હતી, પરંતુ બંને વચ્ચે ઘણી ગેરસમજણ ઉભી થઈ અને બંને એક-બીજાથી દૂર થતા ગયાં. પછી કરીનાના જીવનમાં આવ્યાં છોટે નવાબ સૈફ અલી ખાન અને હવે કરીના કપૂર સૈફ એક-બીજા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ચુક્યાં છે. પરંતુ જો લોકોની માનીએ, તો આજે પણ કરીનાની ઑન સ્ક્રીન જોડી તો શાહિદ કપૂર સાથે જ હિટ છે.

જુઓ શાહિદ-કરીનાની હિટ જોડીની તસવીરો :

ફિદા

ફિદા

શાહિદ કપૂર અને કરીના કપૂરે પહેલી વાર કેન ઘોષની ફિદા ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતું. 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કરીનાનો નેગેટિવ રોલ હતો. કરીના, શાહિદ સાથે ફરદીન ખાને પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ગીતો બહુ પસંદ કરાયા હતાં, પરંતુ ફિલ્મ ખાસ ન ચાલી શકી.

36 ચાઇના ટાઉન

36 ચાઇના ટાઉન

વર્ષ 2006માં રિલીઝ થયેલ આ ફિલ્મ એક કૉમેડી મર્ડર મિસ્ટ્રી હતી. તેનું દિગ્દર્શન અબ્બાસ મસ્તાને કર્યુ હતું. ફિલ્મમાં શાહિદ અને કરીનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસ પડી ભાંગી હતી.

ચુપ ચુપ કે

ચુપ ચુપ કે

2006માં રિલીઝ થયેલ ફિલ્મ ચુપ ચુપ કે શાહિદ કપૂર તેમજ કરીનાની પ્રથમ હિટ ફિલ્મ હતી. પ્રિયદર્શન દિગ્દર્શિત આ ફિલ્મે બહુ સારું કલેક્શન કર્યું. ફિલ્મમાં પ્રથમ વાર શાહિદ-કરીનાની જોડી બહુ જ પસંદ કરાઈ.

જબ વી મેટ

જબ વી મેટ

ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મે શાહિદ અને કરીનાની જોડી બૉક્સ ઑફિસ પર હિટ બનાવી નાંખી. આ ફિલ્મથી આ જોડી લાખો-કરોડો લોકોની પસંદ બની ગઈ. 2007માં રિલીઝ થયેલ આ ફિલ્મ તે વરસની સુપર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મને ઘણાં ઍવૉર્ડ્સ પણ મળ્યાં અને આ ફિલ્મ પછી જ શાહિદ અને કરીનાની જોડી ચાલી નિકળી હતી. આજે આ ફિલ્મની સફળતાને પૂરા 6 વરસ થઈ ગયા છે અને આજે પણ લોકો આ જોડીને યાદ અને મિસ કરે છે.

મિલેંગે મિલેંગે

મિલેંગે મિલેંગે

શાહિદ કપૂર અને કરનાના બ્રેકઅપ બાદ મિલેંગે મિલેંગે તેમની છેલ્લી ફિલ્મ હતી. 2010મા રિલીઝ થયેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસે પૂર્ણત્વે ફ્લૉપ રહી. પછી આ જોડીને કોઈ પણ દિગ્દર્શકે કાસ્ટ કરી નહીં. જોકે લોકો આજે પણ આ જોડી એક સાથે જોવાનું પસંદ કરે છે, પરંતુ હવે કદાચ આ જોડી મોટા પડદે ક્યારેય એક સાથે નજરે નહીં પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X