સલમાન ખાન સામે ચાલશે ગેરઇરાદે હત્યાનો ખટલો

મુંબઈ, 1 ફેબ્રુઆરી : બૉલીવુડના દબંગ એટલે કે સલમાન ખાન માટે આવનારા દિવસો મુશ્કેલી ભર્યા હો શકે છે, કારણ કે મુંબઈના એક હિટ એન્ડ રન કેસમાં તેમની વિરુદ્ધ ગેરઇરાદે હત્યાનો ખટલો ચલાવવામાં આવવાનો છે.

Salman Khan

આપને જણાવી દઇએ કે આ નિર્ણય મુંબઈની લોઅર કોર્ટનો છે. હિટ એન્ડ રન કેસ વર્ષ 2002નો છે. પીટીઆઈના જણાવ્યા મુજબ કોર્ટે ગુરુવારે સરકારની તે અપીલ સ્વીકારી લીધી કે જેમાં સરકાર તરફથી કહેવાયું છે કે સલમાન ખાને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી હતી કે જેથી ફુટપાથ પર સૂતા લોકો મોતના ભોગ બન્યા હતાં.

સલમાન ખાન ઉપર સજાનો સંકટ તોળાઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી તેમની સામે માત્ર બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાનો જ કેસ હતો અને તે કેસ જો તેઓ હારી જાત, તો તેમને બે જ વર્ષની સજા થાત, પરંતુ હવે તેમની વિરુદ્ધ ગેરઇરાદે હત્યાનો કેસ નોંધાયો છે. તેથી તેમને દસ વરસ સુધીની સજા થઈ શકે છે.

હવે આ કેસની સુનાવણી સેશન કોર્ટમાં થશે. સલમાન ખાન 11મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થશે. 8મી સપ્ટેમ્બર, 2002માં સલમાન ખાન સામે આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે બેદરકારીપૂર્વક ટોયટા લૅન્ડ ક્રૂઝર વડે એક બેકરીને અડફેટે લીધી કે જેથી બેકરી બહાર સૂતા એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું તથા ચાર શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. 2006થી આ કેસની કોર્ટ સુનાવણી ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X