પત્નીને ડિવોર્સ આપવા હની સિંહને પડ્યા ભારે, ચુકવવી પડી આટલી મોટી રકમ
બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહ અને શાનિલી તલવારના 10 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો છે. હની સિંહ અને શાલિની તલવારે 23 જાન્યુઆરી 2011ના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન એટલા ગુપ્ત હત
બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહ અને શાલીની તલવારના 10 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો છે. હની સિંહ અને શાલિની તલવારે 23 જાન્યુઆરી 2011ના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન એટલા ગુપ્ત હતા કે ત્રણ વર્ષ પછી તેમના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા. હવે શાલિની તલવારે ગયા વર્ષે હની સિંહ પર ગંભીર આરોપ લગાવતા કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શાનિલીએ છૂટાછેડા માટે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા પરંતુ તેને તેનાથી ઓછા મળ્યા હતા.

લગ્નના થોડા સમય પછી જ અણબનાવ થયા શરૂ
કોરોના વાયરસ દરમિયાન શાલિનીએ પૂર્વ પતિ હની સિંહ પર મારપીટ-ઘરેલુ હિંસા અને અન્ય મહિલાઓ સાથેના ગેરકાયદે સંબંધો જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. દિલ્હીની સાકેત જિલ્લા અદાલતની ફેમિલી કોર્ટે હવે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. હની સિંહથી અલગ થવાના બદલામાં શાલિનીએ લગભગ 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ તેને માત્ર 1 કરોડ રૂપિયાથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ પૈસા તેને સીલબંધ કવરમાં ચેકના રૂપમાં આપવામાં આવ્યા હતા. હની સિંહ અને શાલિની લગભગ 20 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2011માં લગ્નના થોડા વર્ષો બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા.
અફેરના આરોપ
શાલિનીએ તેના સસરા અને હની સિંહના પિતા પર પણ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની એફઆઈઆરમાં તેણે હની સિંહના સમગ્ર પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હની સિંહ પર આરોપ લગાવતા શાલિનીએ દાવો કર્યો હતો કે લગ્ન બાદ પણ તેના અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. શાલિનીએ વર્ષ 2021માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ સાથે તેણે હની સિંહ પાસેથી વળતર તરીકે લગભગ 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બંનેની મુલાકાત શાળામાં અભ્યાસ દરમિયાન થઈ હતી.












Click it and Unblock the Notifications
