બેશરમ રણબીર કપૂરને અવાજ આપશે અશ્લીલ હની સિંહ

મુંબઈ, 5 માર્ચ : લાગે છે કે અભિનવ કશ્યપે પોતાની આવનાર ફિલ્મનું નામ બેશરમ ખૂબ સમજી-વિચારીને રાખ્યું છે, કારણ કે તેમની ફિલ્મના કલાકારો રીયલ લાઇફમાં પણ બેશરમ છે.

honeysingh

હવે આપ વિચારતાં હશો કે અમે આ પ્રકારની વાતો કેમ કરી રહ્યાં છીએ? તો આ વાત એટલા માટે કરાઈ રહી છે મિત્રો, કારણ કે આ ફિલ્મના ગાયક છે જાણીતા પંજાબી રૅપ સિંગર હની સિંહ. આ એ જ હની સિંહ છે કે જેમની વિરુદ્ધ તાજેતરમાં અશ્લીલ ગીતો ગાવાનો આરોપ લાગ્યો હતો.

રણબીર કપૂરની આગામી ફિલ્મ બેશરમમાં ગાયક તરીકે હની સિંહની પસંદગી કરવામાં આવી છે. હાલ તો હની સિંહ આ ફિલ્મને લઈને ખૂબ ખુશ છે. તેઓ આ અગાઉ કૉકટેલ તથા રેસ 2 ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુક્યાં છે.

નોંધનીય છે કે અભિનવ કશ્યપ જાણીતા લેખક અને દિગ્દર્શક અનુરાગ કશ્યપના ભાઈ છે. અભિનવ કશ્યપે સલમાન ખાનની બ્લૉક બસ્ટર ફિલ્મ દબંગનું દિગ્દર્શન કર્યું હતું અને પોતાના વધુ પડતા ડોઢ ડાહ્યાપણાને કારણે સલમાન સાથે તેમનો ઝગડો થયો અને તેથી જ દબંગ 2ના દિગ્દર્શનનું કામ તેમનાથી છીનવી લેવાયુ હતું. હવે અભિનવ કશ્યપ બેશરમ બનાવવવા જઈ રહ્યાં છે કે જેમના માટે તેમણે રણબીર કપૂરને સાઇન કર્યાં છે. ફિલ્મમાં રણબીર સાથે તેમના મમ્મી-પપ્પા એટલે કે ઋષિ કપૂર અને નીતૂ કપૂર પણ છે. અભિનેત્રી પલ્લવી શારદા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X