For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ગિપ્પીની સફળતા નક્કી કરશે ધર્મા પ્રોડક્શનની લાયકાત’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 મે : બૉલીવુડ દિગ્દર્શક કરણ મલ્હોત્રાને ધર્મા પ્રોડક્શનના બૅનર હેઠળ બનેલ ગિપ્પી ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે. તેઓ કહે છે કે ગિપ્પીની સફલતા એમ સાબિત કરશે કે ધર્મા પ્રોડક્શન પણ ઓછા બજેટની ફિલ્મો બનાવી શકે છે. કરણ મલ્હોત્રાએ ગત વર્ષે ધર્મા પ્રોડક્શનની અગ્નિપથ ફિલ્મ સાથે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

karanmalhotra

નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર મોટા બજેટની ફિલ્મો અને ભવ્ય ફિલ્મ સેટ બનાવવા માટે જાણીતું છે. કરણ જૌહરે કુછ કુછ હોતા હૈ, કલ હો ન હો, માય નેમ ઇઝ ખાન જેવી મોટા બજેટ ધરાવતી ફિલ્મો બનાવી છે.

કરણ મલ્હોત્રાએ ગિપ્પી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જણાવ્યું - પ્રામાણિકતાથી કહું, તો ગિપ્પી અમારા સૌના માટે એક નવો અનુભવ છે. ધર્મા પ્રોડક્શન પણ ઓછા બજેટની સારી ફિલ્મો બનાવી શકે છે.

સોનમ નાયર ગિપ્પી ફિલ્મ સાથે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યાં છે, જ્યારે અભિનેત્રી રિયા વિજ તેમજ દિવ્યા દત્તાએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે.

English summary
Director Karan Malhotra, who made his debut with Dharma Productions' "Agneepath" last year, hopes "Gippi" proves that Karan Johar's banner can even make good quality small-budget films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X