Pics : પોતાને હૅલ્દી નથી ગણતા પ્રિયંકા, પણ કેમ?

મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડના સેક્સી હસીના પ્રિયંકા ચોપરાની જેમ બનવાની દરેક યુવતીની ઝંખના હોય છે, પણ પ્રિયંકા જ્યાં એક બાજુ સૌના માટે આઇડિયલ છે, તો બીજી બાજુ તેઓ પોતાના અંગે બહુ બેચેન છે, કારણ કે તેમનું કહેવું છે કે તેઓ ફિટ તો છે, પણ હૅલ્દી નથી, કારણ કે તેઓ નથી સમય પર ઉંઘતાં કે નથી જાગતાં.

પ્રિયંકાએ જણાવ્યું - કોઈ પણ વ્યક્તિ એકદમ બરાબર ન હોઈ શકે. મારી અંદર ધૈર્ય નથી. હું તરત બહુ બેચેન અને લાગણીશીલ છું. લાગણીઓમાં વહી અનેક વાર હું ખોટા નિર્ણયો કરી નાંખુ છું. મને સવારે વહેલા ઉઠવું નથી ગમતું. મારી કોઈ ચોક્કસ દિનચર્યા નથી. હું સાજી છું, પણ સ્વસ્થ નથી.

નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા પોતાનું મ્યુઝિક આલબમ બનાવી અગાઉથી જ વૈશ્વિક કક્ષાએ જાણીતા થઈ ચુક્યાં છે અને હવે તેઓ અમેરિકાની એક ફૅશન બ્રાન્ડે પણ તેમને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. દુનિયાનાના 87 દેશોમાં બ્રાન્ડ પ્રેજેંસ ધરાવતી ગેસના સીઈઓ, ક્રિએટિવ ડાયરેક્ટર તથા કો-ફાઉંડર પૉલ માર્સિયાનોએ જણાવ્યું કે પ્રિયંકા ચોપરાનો આત્મવિશ્વાસ, મજબૂતી અને લાગણીશીલતા તે ક્વૉલિટીને દર્શાવે છે કે જેની અમે શોધ રહે છે. તેઓ અમને યુવા સોફિયા લૉરેનની યાદ અપાવે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક મંચ તરફ આગળ વધી રહી છે.

જુઓ તસવીરો સાથે પ્રિયંકા ચોપરાએ વધુમાં શું કહ્યું :

કસરત પસંદ નથી

કસરત પસંદ નથી

પ્રિયંકા ચોપરાએ મૅરી કોમના જીવન પર બનતી ફિલ્મ સંદર્ભે જણાવ્યું - મને કસરત કરવી નથી ગમતી. હું જ જાણું છું કે મૅરી કોમની ફિલ્મ માટે હું કઈ રીતે કસરત કરી રહી છું.

ગર્વ છે જાત પર

ગર્વ છે જાત પર

ભલે પ્રિયંકા પોતાના વિશે કંઈ પણ કહે, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ચુક્યાં છે. ગેસના બ્રાન્ડ ઍમ્બેસેડર બનેલા પ્રિયંકાએ જણાવ્યું - હું બ્રાન્ડનો ચેહોર બની પોતાની જાતને ગૌરવાન્વિત અનુભવુ છું.

ઉત્તમ તક

ઉત્તમ તક

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે આ ડીલ સાથે તેમને ગ્લોબલ ઑડિયંસને કનેક્ટ કરવાની તક મળશે. પ્રિયંકા ચોપરાએ ઇકોનૉમિક ટાઇમ્સને જણાવ્યું - આ પ્રકારની ઘટનાઓથી દુનિયા વધુમાં વધુ સીમાઓમાંથી મુક્ત થઈ રહી છે. આનાથી ટૅલેંટ તથા ક્રિએટિવિટીને પોતાની પૂર્ણ ક્ષમતા સાથે પ્રદર્શિત કરવાની તક મળશે.

મોટો કૉન્ટ્રૅક્ટ

મોટો કૉન્ટ્રૅક્ટ

જ્યારે આ ડીલની જાહેરાત થતી હતી, ત્યારે પ્રિયંકા ચોપરા ન્યુયૉર્ક માટે ફ્લાઇટ પકડવા જતા હતાં. સેલિબ્રિટી મૅનેજમેંટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ગેસ સાથેનું એક વર્ષનું કૉન્ટ્રૅક્ટ 5થી 10 કરોડનું હોઈ શકે છે.

ઘરમાં વધશે ભાવ

ઘરમાં વધશે ભાવ

છેલ્લા આઠ વરસથી પ્રિયંકાના એન્ડોર્સમેંટને મૅનેજ કરતી કમ્પની ક્રૉસઓવર એંટરટેનમેંટના એમડી વિનીતા બાંગડ કહે છે - આ ગ્લોબલ ડીલથી ચોપરાને ડોમેસ્ટિક એન્ડોર્સમેંટ માટે વધુ પ્રાઇસ મળવી નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X