For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : આમના માધુર્યનો જાદૂ ઓસરતો નથી....

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 મે : બૉલીવુડના સૌથી સુંદર તથા હસીન અભિનેત્રીઓમાંના એક માધુરી દીક્ષિતનો આજે જન્મ દિવસ છે. માધુરીએ ભારતીય હિન્દી ફિલ્મોમાં એક એવો મુકામ હાસલ કર્યો છે કે જેને આજની અભિનેત્રીઓ પોતાના માટે આદર્શ માને છે. તેમની પાસે લાજવાબ નૃત્ય કૌશલ તથા સ્વાભાવિક અભિનયનો એવો જાદુ છે કે જેથી માધુરી દીક્ષિત આખા દેશના ધબકાર બની ગયાં. ભલે માધુરી લગ્ન બાદ થોડીક જ ફિલ્મોમાં નજરે પડ્યાં હોય, પણ ફૅન્સા દિલો પર તો આજે પણ તેમનું જ રાજ છે. પોતાના નામ માધુરીને સાર્થક કરતાં હોય, તે માધુરીના માધુર્યનો જાદૂ આજે પણ ઓસર્યો નથી.

તાજેતરમાં ડેઢ ઇશ્કિયા અને પછી ગુલાબ ગૅંગ જેવી શાનદાર ફિલ્મમાં દેખાયેલા માધુરી દીક્ષિતની પ્રથમ ફિલ્મ 1988માં આવેલી અબોધ હતી. પછી તો તેઝાબ, રામ લખન, પરિંદા, સાજન, ખલનાયક, દિલ, બેટા, હમ આપકે હૈં કૌન, દિલ તો પાગલ હૈ, લજ્જા, પુકાર, દેવદાસ જેવી અગણિત ફિલ્મોમાં માધુરીના અભિનયે સૌના દિલ જીતી લીધાં. જોકે તેમની કમબૅક ફિલ્મ આજા નચલે બૉક્સ ઑફિસે ખાસ કમાલ ન કરી શકી, પણ 1999 બાદ માધુરી દીક્ષિતને પુનઃ મોટા પડદે જોઈ તેમના ફૅન્સ ખુશ જરૂર થયા હતાં.

15મી મે, 1967ના રોજ મુંબઈમાં મરાઠી બ્રાહ્મણ પરિવારમાં માધુરી દીક્ષિતનો જન્મ થયો. પિતા શંકર દીક્ષિત તથા માતા સ્નેહ લતા દીક્ષિતના લાડકડાં માધુરી બાળપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છતા હતાં અને કદાચ એટલે જ માધુરીએ પોતાના જીવન સાથી તરીકે શ્રીરામ નેનેની પસંદગી કરી કે જે વ્યવસાયે એક તબીબ છે. ડિવાઇન ચાઇલ્ડ હાઈસ્કૂલમાં ભણ્યા બાદ માધુરીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું. બાળપણથી જ નૃત્યમાં રસ ધરાવતાં માધુરીએ આઠ વર્ષની તાલીમ લીધી. પોતાના સશક્ત અભિનય અને કાતિલ સ્મિતથી આજે પણ તેઓ લાખો દિલો ઉપર રાજ કરે છે.

હિન્દી ફિલ્મ જગતમાં મધુબાલા બાદ જો કોઈના સ્મિતનો ઉલ્લેખ થતો હોય, તે માધુરી દીક્ષિત જ છે. આપણે હૃદયથી દુઆ કરીએ કે માધુરી દીક્ષિત આપ સદીઓ સુધી પોતાના મધુર સ્મિત સાથે સફળતાના શિખરે ઝગમગતા રહો. આપ પણ નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં પોતાની શુભેચ્છાઓ માધુરી દીક્ષિત માટે લખી શકો છો.

ચાલો તસવીરો સાથે જાણીએ માધુરી વિશે વધુ વિગતો :

અબોધથી શરુઆત, તેઝાબથી છવાયાં

અબોધથી શરુઆત, તેઝાબથી છવાયાં

માધુરી દીક્ષિતે અભિનય કૅરિયર 1984માં આવેલી અબોધ ફિલ્મથી શરૂ કર્યુ હતું, પરંતુ તેમને પ્રથમ સફળતા 1998માં તેઝાબ ફિલ્મ દ્વારા મળી. પછી તો માધુરીએ રામ લખન, પરિંદા, ત્રિદેવ, કિશન કન્હૈયા, બેટા, પ્રહાર જેવી સુપરહિટ ફિલ્મો આપી. ખલનાયક, હમ આપકે હૈં કૌન, દિલ તો પાગલ હૈ, પુકાર અને દેવદાસ જેવી ફિલ્મો આજે પણ બૉલીવુડ નાયિકાઓ માટે આદર્શ ગણાય છે.

રિટર્ન અમેરિકા

રિટર્ન અમેરિકા

1999માં હાર્ટ સર્જન ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન બાદ અમેરિકા જઈ વસનાર માધુરી થોડાક સમય માટે બૉલીવુડથી દૂર રહ્યાં. આજે તેમના આરિન અને રિહાન નામના બે પુત્રો પણ છે. લાંબા સમય સુધી બૉલીવુડથી દૂર રહ્યા બાદ માધુરી 2011માં પોતાના પરિવાર સાથે પરત મુંબઈ આવી વસી ગયાં.

ફિદા થયા મકબૂલ ફિદા

ફિદા થયા મકબૂલ ફિદા

માધુરીના સાદગીસભર સૌંદર્યના ફૅન બનતા આર્ટિસ્ટ મકબૂલ ફિદા હુસૈન પણ ન પોતાને રોકી શક્યાં. તેમણે માધુરીની પેંટિંગ્સ સાથે તેમને લઈ એક આર્ટ ફિલ્મ ગજગામિની પણ બનાવી હતી. 2007માં રિલીઝ થયેલી માધુરીની આજા નચ લે માટે એમ એફ હુસૈને એક આખુ થિયેટર બુક કરાવ્યુ હતું.

બીજી વાર શાનદાર કમબૅક

બીજી વાર શાનદાર કમબૅક

આજા નચ લે ફિલ્મ દ્વારા કમબૅક કરનાર માધુરીને નિષ્ફળતા મળી, પરંતુ તેમણે ડેઢ ઇશ્કિયા અને ગુલાબ ગૅંગ જેવી શાનદાર ફિલ્મો આપી બીજી વાર શાનદાર કમબૅક કર્યું છે.

પદ્મશ્રી માધુરી દીક્ષિત

પદ્મશ્રી માધુરી દીક્ષિત

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બિરજૂ મહારાજ તો માધુરીના બહુ મોટા ફૅન છે. તેમણે માધુરી અંગે અગાઉ જ કહ્યુ હતું અને આજે પણ કહે છે કે માધુરી ભારતીય સિનેમાની મહાન નૃત્યાંગનાઓમાંના એક છે. તેમની ઉપર માતા સરસ્વતીનો વરદાન છે. વર્ષ 2088માં માધુરી દીક્ષિતને ભારત સરકાર પદ્મશ્રી સન્માન વડે સન્માન્યા હતાં.

English summary
Bollywood Diva Madhuri Dixit Nene turns 47 today. No words can describe her beauty. She has won the hearts of thousands of people around the world with her Killer smile and Marvelous Dance. She is Complete Actress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X