pics: બૉલીવુડના હોટ અને બોલ્ડ ફિમેલ કોપ્સ
મર્દાની ફિલ્મનું જે ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર ઇમ્પ્રેસિવ છે, રાણી મુખરજી ખરા અર્થમાં ધમાકેદાર કમબેક કરી રહી હોવાનું લાગી રહ્યું છે. લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યાં બાદ રાણી મુખરજીએ ઐયા ફિલ્મ કરી હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ હવે તે પોતાના બોલ્ડ અવતાર સાથે ફિલ્મ મર્દાની થકી રૂપેરી પડદાં પર પુનરાગ્મન કરી રહી છે.
આ વખતે આ અભિનેત્રી એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ પહેલીવાર બની રહ્યું છેકે રાણી મુખરજીએ કોઇ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હોય. મર્દાની ફિલ્મના ટ્રેલરમાં રાણી આત્મવિશ્વાસું અને નિર્ભય દેખાય રહી છે. રાણી મુખરજીને મહિલા પોલીસના અવતારમાં જોતાની સાથે જ અમને બૉલીવુડની કેટલીક બોલ્ડ અને બ્યુટિફૂલ અભિનેત્રીઓ યાદ આવી ગઇ કે જેમણે પોતાની કારકિર્દી દરમિયાન પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. જેમાં સુષ્મિતા સેન, બિપાશા બાસૂ સહિતની અભિનેત્રીઓ છે.
જો કે મહિલા પોલીસના અવતારને દર્શકો દ્વારા બહુ ઓછો સ્વીકારવામાં આવે છે, પરંતુ તેમના બોલ્ડ અવતારને હંમેશા આવકારવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે સુષ્મિતા સેને સમય ફિલ્મમાં એક ગંભીર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડી હતી, જો કે તેના અભિનયના ભરપેટ વખાણ થયા હતા. આ જ રીતે ધૂમની બીજી શ્રેણીમાં બિપાશા બાસૂએ નાનો પણ શાનદાર અભિનય એક પોલીસ અધિકારી તરીકે કર્યો હતો, તો ચાલો તસવીરો થકી એવી જ કેટલીક અભિનેત્રીઓ અને તેમના દ્વારા ભજવવામા આવેલા પોલીસના પાત્ર અંગે જાણીએ.

રાણી મુખરજી
જાણીતી બૉલીવુડ અભિનેત્રી અને આદિત્ય ચોપરાની પત્ની રાણી મુખરજી પોતાની આગામી ફિલ્મ મર્દાનીમાં એક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે

સુષ્મિતા સેન
સમય ફિલ્મમાં સુષ્મિતા સેને સિંગલ મધર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

બિપાશા બાસૂ
ધૂમ શ્રેણીના બીજા ભાગમાં બિપાશા બાસૂએ એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

નીતૂ ચંદ્રા
કોમેડી ફિલ્મ વન ટૂ થ્રીમાં નીતૂ ચંદ્રાએ એક બોલ્ડ હરિયાણવી પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

પ્રીતિ ઝિન્ટા
ફિલ્મ સંઘર્ષમાં તેણે એક સીબીઆઇ ટ્રેઇનીની ભૂમિકા ભજવી હતી.

માધુરી દીક્ષીત
સુપર હીટ ફિલ્મ ખલનાયકમાં માધુરી દીક્ષીતે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
