Hot હસીનાઓ જ્યારે ભર યુવાનીમાં બની ગઈ ‘વિધવા’...

મુંબઈ, 30 જૂન : કૅટરીના કૈફ, ઐશ્વર્યા રાય, બિપાશા બાસુ કે પછી કંગના રાણાવત... આ તમામ અભિનેત્રીઓ પોતાના અભિનય કૌશલ્ય ઉપરાંત પોતાની હૉટનેસ માટે પણ તેમના ફૅન્સના દિલો પર રાજ કરે છે. મોટા પડદે લોકો આ હસીનાઓને હૉટ અને સેક્સી તરીકે જોવા માટે જ થિયેટરોમાં જાય છે.

પરંતુ જેમ ફિલ્મ અને વાર્તાની ડિમાંડને કારણે હસીનાઓને હૉટ અને સેક્સી દર્શાવવામાં આવે છે, તેવી જ રીતે કેટલીય વાર આ હસીનાઓએ પડદા ઉપર દુઃખદ, ઉદાસીભર્યો વિધવા સ્ત્રીનો રોલ પણ કરવો પડે છે અને આ હૉટ હસીનાઓ પોતાના અભિનય દ્વારા આવા વિધવાના રોલમાં પણ પ્રાણ પૂરી દેતી હોય છે.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ મોટા પડદે વિધવાના રોલને જીવંત કરનાર અભિનેત્રીઓ :

રાજનીતિમાં કૅટરીના કૈફ

રાજનીતિમાં કૅટરીના કૈફ

કૅટરીના કૈફે રાજનીતિ ફિલ્મમાં અર્જુન રામપાલના વિધવાનો રોલ કર્યો હતો. અર્જુન એક બૉમ્બ ધડાકામાં મરી જાય છે અને પછી કૅટરીના ચૂંટણી જીતી મુખ્યમંત્રી બની જાય છે.

ચોખેર બાલીમાં ઐશ્વર્યા રાય

ચોખેર બાલીમાં ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયે ચોખેર બાલીમાં બંગાળી વિધવા બિનોદિનીનો રોલ કર્યો હતો. તેઓ અનેક રુઢીઓને તોડે છે.

આત્મામાં બિપાશા બાસુ

આત્મામાં બિપાશા બાસુ

બિપાશા બાસુએ આત્મા ફિલ્મમાં વિધવા માતાનો રોલ કર્યો હતો કે જે પોતાની દીકરી સાથે રહે છે. તેમના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી હતા કે જે આત્માના રોલમાં હતાં.

મંગલ પાન્ડેમાં અમીષા પટેલ

મંગલ પાન્ડેમાં અમીષા પટેલ

મંગલ પાન્ડેમાં અમીષા પટેલે વિધવાનો પ્રભાવશાળી રોલ કર્યો હતો.

વૉટરમાં લીઝા રે

વૉટરમાં લીઝા રે

દીપા મહેતાની ફિલ્મ વૉટરમાં વિધવાઓ વચ્ચેના સંબંધને દર્શાવતી હતી કે જેમાં એક વિધવા લીઝા રે હતાં કે જેઓ સામાજિક રુઢીઓમાંથી મુક્તિ ઇચ્છતા હતાં.

ડોરમાં આયેશા ટાકિયા

ડોરમાં આયેશા ટાકિયા

ડોરમાં આયેશા ટાકિયા સામાજિક રુઢી પ્રમાણે જીવતી વિધવાના રોલમાં હતાં, પરંતુ તેમના સાસરી પક્ષના લોકો તેમને પોતાની જિંદગી જીવવા માટે પ્રેરતા હતાં.

ડબલ ધમાલમાં કંગના રાણાવત

ડબલ ધમાલમાં કંગના રાણાવત

કંગના રાણાવતે ઇંદ્ર કુમારની ફિલ્મ ડબલ ધમાલમાં શોલેના જયા બચ્ચનથી પ્રેરિત વિધવાનો રોલ કર્યો હતો.

મૃત્યુદંડમાં માધુરી દીક્ષિત

મૃત્યુદંડમાં માધુરી દીક્ષિત

પ્રકાશ ઝાની મૃત્યુદંડ માધુરી દીક્ષિતની બોલ્ડ ફિલ્મોમાંની એક હતી. કેતકી નામની વિધવાના રોલમાં માધુરીએ ન્યાય માટે સંઘર્ષ કર્યો હતો.

બાબુલમાં રાણી મુખર્જી

બાબુલમાં રાણી મુખર્જી

વાજતે-ગાજતે લગ્ન કરનાર મિલી (રાણી મુખર્જી)ના પતિ સલમાન ખાન અકસ્માતમાં માર્યા ગયા હતાં. મિલીના સસરાનો રોલ કરનાર અમિતાભ બચ્ચને મિલીને જ્હૉન અબ્રાહમ સાથે ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે છે.

મોહબ્બતેંમાં પ્રીતિ ઝાંગિયાણી

મોહબ્બતેંમાં પ્રીતિ ઝાંગિયાણી

મોહબ્બતેંમાં પ્રીતિ ઝાંગિયાણીએ કિરણ નામની વિધવાનો રોલ કર્યો હતો કે જેનો પતિ આર્મી ઑફિસર હતો અને પછી યુદ્ધમાંથી પાછો નહોતો ફર્યો.

પ્રેમ રોગમાં પદ્મિની કોલ્હાપુરે

પ્રેમ રોગમાં પદ્મિની કોલ્હાપુરે

પ્રેમ રોગમાં યુવાન રાધા (પદ્મિની કોલ્હાપુરે)નો પતિ અકસ્માતમાં મરી જાય છે અને તેના માટે રાધાને જવાબદાર ઠેરવવામાં આવે છે. તેના બચાવમાં ઋષિ કપૂર આવે છે. ઋષિ કપૂર સમાજ સામે લડત માંગે છે અને અંતે વિધવા રાધા સાથે લગ્ન કરે છે.

શોલેમાં જયા બચ્ચન

શોલેમાં જયા બચ્ચન

શોલેમાં રાધા (જયા બચ્ચન)ની બૅડ સ્ટોરી શરૂ થાય છે કે જ્યારે ગબ્બર સિંહ તેના પતિને મારી નાંખે છે અને રાધાએ સસરા ઠાકુર સાથે રહેવુ પડે છે, પરંતુ રાધાની જિંદગીમાં થોડુક અજવાળુ ત્યારે આવે છે કે જ્યારે જયની એન્ટ્રી પડે છે. જય પણ અંતે મરી જાય છે અને રાધા પુનઃ એકલી થઈ જાય છે.

હમ તુમમાં રાણી મુખર્જી

હમ તુમમાં રાણી મુખર્જી

રિયા પ્રકાશ (રાણી મુખર્જી) પોતાના પતિને લગ્ન બાદ તરત જ ગુમાવી દે છે, પરંતુ રિયા પોતાની યાદોને ભુલાવીને કોઈ પણ રીતે પોતાની જાતને ખુશ રાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X